અભિનેતા પ્રાણને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અર્પણ
મુંબઈ, 10 મે : કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ આજે બૉલીવુડના જાણીતા અભિનેતા પ્રાણને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અર્પણ કર્યો. મનીષ તિવારીએ પ્રાણના મુંબઈ ખાતે આવેલ નિવાસસ્થાને પહોંચી તેમને આ ઍવૉર્ડ અર્પણ કર્યો.

નાદુરસ્ત તબીયતના કારણે પ્રાણ નવી દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં હાજર નહોતાં રહી શક્યાં કે જ્યાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ ઍવૉર્ડ અર્પણ કર્યા હતાં.
પ્રાણ ગેરહાજર રહેતાં સરકારે તેમને તેમના ઘરે જઈ આ ઍવૉર્ડ આપવાનો નિર્ણય કર્યો હતો અને કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી મનીષ તિવારી આજે મુંબઈ પહોંચ્યાં. તેઓ પ્રાણના ઘરે ગયાં અને તેમને રૂબરૂ મળી દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અર્પણ કર્યો.
આ પ્રસંગે મનીષ તિવારીએ જણાવ્યું કે તેમને પ્રાણને આ ઍવૉર્ડ આપતાં ખૂબ જ ખુશી થઈ રહી છે. પ્રાણ ભારતીય સિનેમાના મહાન કલાકાર છે. તેઓ નવી દિલ્હી નહોતા આવી શક્યાં તેથી અમે તેમને અહીં આવીને તેમનું સન્માન કર્યું છે.
નોંધનીય છે કે પ્રાણે સાડા ત્રણ સોથી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ઝંજીર, ડૉન, ઉપકાર, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ સહિત અનેક ફિલ્મોમાં પ્રાણે યાદગાર રોલ કર્યાં છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
