કૅંસર મુક્ત થયાં ઈલૂ ઈલૂ ગર્લ મનીષા, ગણાવ્યો પુનર્જન્મ
મુંબઈ, 15 મે : બૉલીવુડના ઈલૂ ઈલૂ ગર્લ મનીષા કોઈરાલા હવે કૅંસર મુક્ત થઈ ગયાં છે. ન્યુયૉર્ક ખાતે ઓવેરિયન કૅંસરની છ માસ સુધી સારવાર લીધા બાદ મનીષા કોઈરાલા કૅંસર મુક્ત થયાં છે. તેમણે કૅંસર મુક્તિને પોતાનો પુનર્જન્મ ગણાવ્યો છે.

42 વર્ષીય મનીષાએ આજે પોતાના ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરી આ સારા સમાચાર વહેતા કર્યાં કે તબીબે તેમને કૅંસર મુક્ત જાહેર કર્યાં છે. મનીષા કોઈરાલાએ જણાવ્યું - જ્યારે મેં સાંભળ્યું કે હું કૅંસર મુક્ત થઈ ગઈ છું, ત્યારે હું લાગણીવશ રડી પડી. મને વિશ્વાસ છે કે આપ લોકોની શુભેચ્છાઓ તથા પ્રાર્થનાઓના બળે હું ટુંક સમયમાં સ્વસ્થ થઈ જઇશ.
મનીષાએ પોતાના માટે પ્રાર્થના કરનાર તમામ ફૅન્સનો પણ આભાર વ્યક્ત કર્યો - બીમારી દરમિયાન મેં જોયું કે મારા જૂના-નવા મિત્રો, મારું પરિવાર, મારા કૅંસર ક્લબ સભ્યોએ મને સધિયારો આપ્યો. મારા માતા, ઈશ્વર તથા ફૅમિલી અને તમામ ફેસબુક તેમજ ટ્વિટર મિત્રોએ પણ મને સહકાર આપ્યો. આ મારો પુનર્જન્મ છે.
નોંધનીય છે કે ગત વર્ષ 28મી નવેમ્બરના રોજ મનીષા કોઈરાલા અચાનક બેભાન થઈ જતાં તેમને મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં ટેસ્ટ કરાયા બાદ સમાચાર મળ્યાં કે મનીષાને ઓવેરિયન કૅંસર છે. પછી મનીષા સારવાર માટે અમેરિકા ગયા હતાં. તેમની ઉપર ન્યુયૉર્ક ખાતેની એક જાણીતી હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી.
સૌદાગર ફિલ્મથી શરુઆત કરનાર મનીષા કોઈરાલાએ બૉલીવુડમાં દિલ સે, 1942 ઍ લવ સ્ટોરી જેવી ફિલ્મો પણ આપી હતી. છેલ્લે તેઓ રામ ગોપાલ વર્માની ભૂત રિટર્ન્સ ફિલ્મમાં દેખાયા હતાં.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
