મનીષાને રજા અપાઈ, અમેરિકામાં સારવાર કરાવશે

મુંબઈ, 1 ડિસેમ્બર : બૉલીવુડના બ્યુટીફુલ અભિનેત્રી મનીષા કોઈરાલાને શુક્રવારે હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. જસલોક હૉસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે મનીષા હવે પહેલાં કરતાં બહેતર છે, પરંતુ તેમની બીમારી અંગે અત્યારે કઈંક બતાવી શકાય તેમ નથી, કારણ કે મનીષા સ્પષ્ટ રીતે પોતાની બીમારી અંગે કોઈ પણ પ્રકારની માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. બીજી બાજુ મનીષાના પરિવારના એક સભ્યે જણાવ્યું છે કે મનીષા કોઈરાલાને સારવાર માટે અમેરિકા લઈ જવા અંગે વિચારણા ચાલી રહી છે.

Manisha Koirala

જસલોક હૉસ્પિટલના પ્રવક્તા કૃષ્ણકાંતે જણાવ્યું - મનીષાને શુક્રવારે સવારે રજા આપી દેવાઈ. તેમણે પોતાની તબીયત અંગે કંઈ પણ જાહેર નહિં કરવાનો અનુરોધ કર્યો છે. તેથી હું આ અંગે કંઈ પણ ખુલાસો ન કરવા બંધાયેલો છું.

મનીષાના ભાભીએ જાવ્યું - અમે મનીષાને યુનાઇટેડ સ્ટેટ્સ લઈ જવા અંગે વિચારી રહ્યાં છીએ. હજુ અમે હૉસ્પિટલ અંગે કોઈ નિર્ણય કર્યો નથી. અમે અમેરિકાની કઈ હૉસ્પિટલમાં જવું, તે અંગે કઈં નક્કી કર્યુ નથી.

મનીષાની બીમારીને લઈને મનીષાના ઘરના સભ્યોએ પણ કોઈ પણ પ્રકારની માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે આ તેમની પર્સનલ બાબત છે. તેને સાર્વજનિક કરી શકાય નહિં. જસલોક હૉસ્પિટલે મનીષા ઉપર અનેક ટેસ્ટ કરાયાં અને પછી તેમને રજા આપી દેવાઈ. હવે અનુમાન કરાય છે કે ભલે મનીષાના પરિજનો મનીષાની બીમારી અંગે મૌન સેવે છે, પરંતુ હકીકત તો એ જ છે કે તેમને કોઈ ગંભીર બીમારી છે.

તેમને કૅંસર હોવા અંગેના સમાચાર તો અગાઉ જ વહેતાં થઈ ચુક્યાં છે, પરંતુ તેની પુષ્ટિ ન થતાં તે અંગે અત્યારથી કઈં કહેવું અયોગ્ય હશે. હાલ તેમને અમેરિકા લઈ જવા અંગેની વાતો સંભળાય છે. એટલે એ તો નક્કી જ છે કે મનીષાને કોઈ ગંભીર બીમારી હોઈ શકે. તેથી તેમની બીમારી અંગે કોઈ પણ વ્યક્તિ ટિપ્પણી કરવાનું ટાળે છે. આપણે તો એ જ દુઆ કરીએ કે મનીષા વહેવાલમાં વહેલી તકે સાજા થઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X