મનીષા રાની કોની દુલ્હન બનવાની છે? નાની સાથે બેડરુમના વીડિયોમાં થયો ખુલાસો
Manisha Rani Marriage Video: બિહારનુ ગૌરવ મનીષા રાની સોશિયલ મીડિયા પર ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ ધરાવે છે. લોકો મનીષાને ખૂબ પસંદ કરે છે અને આમાં શંકાને કોઈ સ્થાન નથી. મનીષાએ તાજેતરમાં જ પ્રખ્યાત રિયાલિટી શો ઝલક દિખલા જાની ટ્રોફી જીતી હતી. શો જીત્યા બાદ તે પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.
આ દરમિયાન, મનીષા રાની વિશે એવા અહેવાલો છે કે તે લગ્ન કરવા જઈ રહી છે. મનીષા રાનીએ પોતે એક ક્લિપમાં પોતાના પાર્ટનર વિશે ઘણું કહ્યું છે. આ ક્લિપ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી અને ફેન્સ પણ તેના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા.

વાસ્તવમાં, આ ક્લિપમાં મનીષા એકલી નથી પરંતુ તેની સાથે તેની નાની પણ જોવા મળી રહી છે. ક્લિપમાં મનીષા અને તેની નાની મનીષાના લગ્ન વિશે વાત કરી રહ્યા છે. મનીષાએ તેની નાનીને પૂછ્યું કે મારે ક્યારે લગ્ન કરવા જોઈએ, તમે શું કહો છો. મનીષાની વાત સાંભળીને નાની કહે છે બે વર્ષમાં કરજે. આના પર મનીષા કહે છે કે આ માટે છોકરો પણ મળવો જોઈએને. આ પછી નાની કહે છે કે ઘણા છોકરાઓ છે. મનીષા કહે છે કે આજના જમાનામાં પ્રેમ તો બાકી રહ્યો નથી. આ પછી નાની કહે છે કે પ્રેમ છે, તને સારું ઘર મળશે, જ્યાં દિયર-સાસુ બધા તને પ્રેમ કરશે.
આ પછી નાની મનીષાને કહે છે કે તુ છોકરાઓ ઓળખ. દારૂ ન પીતો હોય. કોઈ કંઈ ખોટું ના કરતો હોય. દોસ્ત બનાવ અને પછી આગળ વધ. મનીષા અને તેની નાની વચ્ચેની આ જુગલબંધી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને બંનેની આ ક્લિપ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. ચાહકોની માંગ છે કે મનીષાએ આવી વધુ ક્લિપ્સ બનાવવી જોઈએ. તેમને આ ક્લિપ્સ ખૂબ જ પસંદ આવી રહી છે. નાની સાથે મનીષાની આ ક્લિપ પર ચાહકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જ્યારે મનીષા રાનીએ ઝલક દિખલા જા 11ની ટ્રોફી જીતી તો ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. મનીષાએ ઘણા સ્પર્ધકો સાથે સ્પર્ધા કરીને આ ખિતાબ જીત્યો હતો.












Click it and Unblock the Notifications
