મનિષા રાનીએ એલ્વિશ યાદવ સાથે કર્યું આવું કામ, હરકતોથી શરમાયું સોશિયલ મીડિયા
Manisha Rani and Elvish Yadav: બિગ બોસ ઓટીટી 2 ના વિનર અને યુટ્યુબર એલ્વીશ યાદવ વર્તમાન સમયમાં હેડલાઇન્સમાં છવાયેલો છે. તેનો લેટેસ્ટ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા બાદથી લોકો તેના વિશે અવનવી વાતો કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થવાની સાથે જ એલ્વિશ યાદવ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો હતો.
એલ્વિશ યાદવની ઝપાઝપીનો વીડિયો થયો વાયરલ - YouTuber Elvish Yadav ફરી એકવાર પોતાના એક વીડિયોને લઈને સમાચારમાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એલ્વિશ યાદવે એક વ્યક્તિ પર હુમલો કર્યો છે. આ વખતે એલ્વિશ યુટ્યુબર મેક્સટર્ન ઉર્ફે સાગર ઠાકુર સાથે થપ્પડ મારી અને ઝપાઝપી કરી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મનીષા રાનીએ એલ્વિશ યાદવને અનફોલો કર્યો - આ એક્શન માટે લોકો એલ્વિશ યાદવની ટીકા કરી રહ્યા છે. આ દરમિયાન એલ્વિશની મિત્ર મનીષા રાનીએ પણ તેની હરકતો જોઈને મોટું પગલું ભર્યું છે. વાસ્તવમાં મનીષા રાનીએ એલ્વિશ યાદવને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, બિગ બોસે પણ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ક્રીનશોટ શેર કર્યો છે અને લખ્યું છે - મનીષા રાનીએ ઈલ્વિશ યાદવને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે.
મનીષા રાનીએ એલ્વિશ સાથે કર્યું કામ - મળતી માહિતી મુજબ, બિગ બોસ OTT 2ના ઘરમાં યુટ્યુબર એલ્વિશ યાદવ અને સોશિયલ મીડિયા સેન્સેશન મનીષા રાનીની મિત્રતા થઈ હતી. આ બંને શોમાં એકબીજા સાથે ઘણી વાતો કરતા જોવા મળ્યા હતા. મનીષા રાની પણ શોમાં તેના મિત્ર એલ્વિશ સાથે ફ્લર્ટ કરતી હતી. શો પૂરો થયા બાદ મનીષાએ એલ્વિશ સાથે મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું, પરંતુ હવે મનીષાને એલ્વિશનું આ વર્તન બિલકુલ પસંદ આવ્યું નથી, અને તેણે તેની સાથેની મિત્રતા ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
પોલીસે એલ્વિશ વિરુદ્ધ નોંધ્યો કેસ - બોલીવુડ લાઈફના સમાચાર અનુસાર, પોલીસે એલ્વિશ યાદવ વિરુદ્ધ આઈપીસીની કલમ 147, 149, 323 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે. કેસ નોંધાયા બાદ મેક્સટર્નએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી એલ્વિશ યાદવના ફેન પેજ નફરત ફેલાવી રહ્યા હતા, જેના કારણે હું પરેશાન હતો.

એલ્વિશ યાદવે મારી સાથે બળજબરીથી હુમલો કર્યો - મેક્સટર્નએ આગળ કહ્યું - મને એલ્વિશ દ્વારા મળવા માટે કહેવામાં આવ્યું હતું. મેં વિચાર્યું કે તે માત્ર વાતચીત હશે, પરંતુ જ્યારે તે દુકાન પર આવ્યો ત્યારે તેની સાથે 8-10 ગુંડાઓ હતા જેઓ નશામાં હતા. એલ્વિશ મને માર મારવા લાગ્યો અને અપશબ્દોનો ઉપયોગ કરવા લાગ્યો. એલ્વિશ યાદવે મારી કરોડરજ્જુ તોડવાનો પ્રયાસ કર્યો હતો.












Click it and Unblock the Notifications
