‘ભારત’ આજે ઉજવે છે 75મો જન્મદિવસ
મુંબઈ, 24 જુલાઈ : બૉલીવુડના દેશપ્રેમી એક્ટર મનોજ કુમાર માટે લોકો દુઆ માંગી રહ્યાં છે. તેઓનો આજે 75મો જન્મ દિવસ છે અને અફસોસની વાત એ છે કે આજે જન્મ દિવસે તેઓ બીમાર છે અને કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ છે.

દર વર્ષે મનોજ કુમાર પોતાના જન્મ દિવસે કેક કાપે છે, પણ આ જન્મ દિવસે તેમના પિત્તાશયના દુઃખાવાનું ઑપરેશન થવાનું છે. જોકે લોકો મનોજ કુમાર માટે દુઆઓ માંગી રહ્યાં છે કે તેઓ વહેલામાં વહેલી તકે સાજા થઈ જાય. મનોજ કુમાર પાંચ દિવસથી કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ છે. તેમના પેટમાંથી પથરી કાઢવામાં આવી હતી, પરંતુ તે પછી તેમના પિત્તાશયમાં ખરાબી આવી ગઈ છે કે જેનું ઑપરેશન જરૂરી થઈ ગયું છે.
દરમિયાન મનોજ કુમારને તેમના જન્મ દિવસે ટ્વિટર અને ફેસબુક ઉપર શુભેચ્છાઓનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. લોકો તેમના સાજા થવા અંગે દુઆઓ કરી રહ્યાં છે. મનોજ કુમાર એમ તો દરેક મોટી ઈવેંટ અને સમારંભોમાં દેખાય છે, પણ તાજેતરમાં જ તેઓ શાહરુખ ખાન અને ફરાહ ખાન સામે માનહાનિનો કેસ કરવાને લઈને ચર્ચામાં આવ્યાં હતાં. ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં મનોજ કુમાર વિરુદ્ધ કરાયેલ અપમાનજનક ટિપ્પણીથી મનોજ નારાજ છે.












Click it and Unblock the Notifications
