For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : અકસ્માતની આગે ઓલવી અભિનયની જ્યોત!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 4 ડિસેમ્બર : અકસ્માત દરેકના જીવનમાં બનતા હોય છે, પરંતુ અનેક અકસ્માત ભોગ બનનારનો જાન લઈ લે છે. સામાન્ય રીતે રોજ-બ-રોજ અકસ્માતો બનતા હોય છે અને સામાન્ય પ્રજામાંથી અનેક લોકો આવા અકસ્માતોનો ભોગ બનતા હોય છે, પરંતુ જ્યારે આવા અકસ્માતનો ભોગ કોઈ મોટી હસ્તી અને તેમાંય ખાસ કરીને ગ્લૅમર જગતમાંની કોઈ હસ્તી થાય, ત્યારે એક કલાકારનો સિતારો અસ્ત થતો હોય છે.

તાજેતરમાં જ હૉલીવુડ અભિનેતા પૉલ વૉકરનું કાર અકસ્માતમાં મોત થયું અને તેનાથી તેમના ફૅન્સ આઘાતમાં છે. આ અકસ્માત બાદ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સિરીઝથી ચર્ચિત પૉલ વૉકરનો પણ સ્કૉટિશ અભિનેતા ઈઆન બૅનેન તેમજ ભારતીય અભિનેત્રી સૌંદર્યાની યાદીમાં સમાવેશ થઈ ગયો છે. આ યાદીમાં જાણીતા હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટી જેવા નામો પણ જોડાયેલા છે.

ચાલો તસવીરો સાથે જાણીએ અકસ્માતોના ભોગે અભિનયની બુઝાયેલી જ્યોત :

ઇઆન બૅનેન

ઇઆન બૅનેન

બાફટા લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડ વિજેતા સ્કૉટિશ ચરિત્ર અભિનેતા ઇઆન બૅનેનનું મોત 1999માં કાર અકસ્માતમાં થયો હતો. તેઓ ફ્રૉમ બિયોન્ડ ધ ગ્રેવ તથા વૉકિંગ નેડમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા હતાં. મૃત્યુ વખતે તેઓ 71 વર્ષના હતાં.

લામોંટ બેંટલે

લામોંટ બેંટલે

અમેરિકી અભિનેતા તથા રૅપર લામોંટ બેંટલે અમેરિકી હાસ્ય કાર્યક્રમ મોઇશામાં હાકિમ કૅમ્પબેલની ભૂમિકા માટે જાણીતા હતાં. તેમનું મોત 2005માં દક્ષિણ કૅલીફોર્નિયા ખાતેના વેંચુરા કાઉંટીમાં કાર અકસ્માતમાં થયુ હતું.

સૌંદર્યા

સૌંદર્યા

સૌંદર્યા દક્ષિણ ભારતીય સિનેમાનું ચર્ચિત નામ હતાં. તેઓ 1999ની હિન્દી ફિલ્મ સૂર્યવંશમમાં અમિતાભ બચ્ચનના નાયિકા હતાં. 2004માં સેસના 180 વિમાનમાં સવાર સૌંદર્યાનું વિમાન ઉડતાની સાથે જ બેંગલુરૂ પાસે આગની જ્વાળાઓમાં ઘેરાઈ અકસ્માતગ્રસ્ત બન્યું. સૌંદર્યાનું મોત થઈ ગયું. તેઓ માત્ર 31 વર્ષના હતાં.

યશો સાગર

યશો સાગર

યશો સાગરે 2008ની સફળ ફિલ્મ ઉલ્લાસાંગા ઉતસહાંગા સાથે શરુઆત કરી હતી, પરંતુ એક માર્ગ અકસ્માતમાં તેમનું 20 વર્ષની વયમાં મોત થઈ ગયું.

જસપાલ ભટ્ટી

જસપાલ ભટ્ટી

ભારતીય હાસ્યકાર-અભિનેતા જસપાલ ભટ્ટી ફ્લૉપ શો માટે જાણીતા હતાં. 2012માં એક કાર અકસ્માતમાં તેઓ માર્યા ગયાં.

તરૂણી સચદેવ

તરૂણી સચદેવ

બાળ કલાકાર તરૂણી સચદેવ રસનાની જાહેરખબર માટે જાણીતી હતી. તે 2012માં નેપાળમાં થયેલ એક વિમાન અકસ્માતમાં આ ફાની દુનિયા છોડી ચાલી ગઈ.

આનંદ-અક્ષય

આનંદ-અક્ષય

આનંદ અભયંકર મરાઠી ફિલ્મો, ટેલીવિઝન તેમજ રંગભૂમિનું ચર્ચિત નામ હતાં. તેઓ તથા તેમના સાથી અક્ષય પેંડસે 2012માં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં માર્યા ગયાં. આનંદ 48 અને અક્ષય 35 વર્ષના હતાં. અક્ષય પણ રંગભૂમિમાં સક્રિય હતાં અને કાઈ ડયાછો બોલા જેવી ફિલ્મોનો ભાગ હતાં. આનંદ અભયંકરે તો વાસ્તવ અને જિસ દેશ મેં ગંગા રહતા હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું.

પૉલ વૉકર

પૉલ વૉકર

હૉલીવુડ અભિનેતા અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સિરીઝ માટે જાણીતા પૉલ વૉકરનું ગત 30મી નવેમ્બરના રોજ કાર અકસ્માતમાં મોત થઈ ગયું.

English summary
Fans around the world are still in shock over the sudden death of actor Paul Walker. Best known for his work in "The Fast And The Furious" series, he died in a car crash and joins a list of actors such as Scottish character actor Ian Bannen to Indian actress Soundarya who lost their lives in accidents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X