જાણીતા અભિનેત્રી આશાલતા વાબગાંવકરનુ કોરોનાના કારણે નિધન

દિગ્ગજ મરાઠી અભિનેત્રી આશાલતા વાબગાંવકરનુ 83 વર્ષની વયે નિધન થઈ ગયુ.

મુંબઈઃ દિગ્ગજ મરાઠી અભિનેત્રી આશાલતા વાબગાંવકરનુ 83 વર્ષની વયે નિધન થઈ ગયુ. આશાલતા વાબગાંવકર કોરોના વાયરસ(કોવિડ-19)થી સંક્રમિત હતા. આશાલતા વાબગાંવકરનુ નિધન મંગળવારે સવારે પોણા પાંચ વાગ્યા આસપાસ થયુ. કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ આશાલતાને સતારાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમનુ નિધન થઈ ગયુ.

ashalata

સીરિયલના શૂટિંગ દરમિયાન મળી આવ્યા કોવિડ-19થી સંક્રમિત

આશાલતા વાબગાંવકરના પરિવારે અધિકૃત નિવેદનમાં જણાવ્યુ છે કે આશાલતા વાબગાંવકર સતારા હોસ્પિટલમાં પોતાની મરાઠી સીરિયલ 'આઈ કલુબાઈ'નુ શૂટિંગ કરવા પહોંચ્યા હતા. જ્યાં નિયમ મુજબ તેમની કોરોના તપાસ કરવામાં આવી. જેમાં તે વાયરસથી સંક્રમિત મળી આવ્યા. આશાલતા વાબગાંવકરના અંતિમ સંસ્કાર સતારામાં જ કરવામાં આવશે.

100થી વધુ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

આશાલતા વાબગાંવકરે હિંદી અને મરાઠી બંને ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આશાલતા વાબગાંવકરે 100થી વધુ ફિલ્મો કરી હતી. આશાલતા વાબગાંવકરે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'જંજીર'માં પણ કામ કર્યુ હતુ જેમાં તેમણે અમિતાભની સાવકી માની ભૂમિકા નિભાવી હતી. 2 જુલાઈ, 1941ના રોજ જન્મેલા આશાલતાએ અભિનય કરવા ઉપરાંત ઘણી મરાઠી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X