સલામ મર્દાની : નવોઢા રાણીને નવચંડી બનાવે છે આ 10 Macho Scenes!

મુંબઈ, 23 ઑગસ્ટ : રીયલ લાઇફની નવોઢા રાણી મુખર્જી રૂપેરી પડદે મર્દાની બની અવતરી છે. આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા બાદ રાણીની પહેલી ફિલ્મ મર્દાની ગઈકાલે જ રિલીઝ થઈ છે અને તેને શાનદાર પ્રતિસાદ સાંપડી રહ્યા છે.

પ્રદીપ સરકાર દિગ્દર્શિત મર્દાની ફિલ્મમાં રાણી મુખર્જી મુંબઈ ક્રાઇમ બ્રાંચ ઑફિસર શિવાની શિવાજી રાવના રોલમાં છે. ફિલ્મ માનવ તસ્કરીના મુદ્દા પર આધારિત છે. મર્દાનીના પ્લૉટની વાત કરીએ, તો રાણી એક ખોવાયેલી છોકરીનો કેસ હાથમાં લે છે અને તેની તપાસ કરતા તેઓ માનવ તસ્કરીના રૅકેટ સુધી પહોંચી જાય છે. કોઇક રીતે રાણીને શહેરમાં વ્યવસ્થિત રીતે ચાલતા માનવ વેપારના સામ્રાજ્ય વિશે જાણ થઈ જાય છે અને આ સખત પોલીસ ઑફિસર રૅકેટના બિગ બૉસને ઝપડી પાડવાનો ચૅલેંજ ઉપાડી લે છે.

દિગ્દર્શક પ્રદીપ સરકારે મર્દાની ફિલ્મ દ્વારા માનવ તસ્કરીનો ગંભીર મુદ્દો શક્તિશાળી રીતે ઉઠાવ્યો છે, તો વર્સેટાઇલ અભિનેત્રી રાણીએ પોતાના રોલ સાથે પુરતો ન્યાય કર્યો છે. તેમનો આ પ્રકારનો અવતાર આપણે ક્યારેય જોયો નથી. રાણી મુખર્જીએ પોતાના પાવર-પૅક્ટ પરફૉર્મન્સ વડે માત્ર સ્ટ્રૉંગ એક્ટિંગ સ્કિલ જ નથી બતાડી, પણ આ બંગાળી બ્યુટીએ કેટલાક હાઈ-ફ્લાઇં એક્શન સ્ટંટ્સ પણ પોતે જ કર્યા છે.

ચાલો તમે પણ જુઓ મર્દાની ફિલ્મમાં રાણી મુખર્જીના 10 Macho Scenes :

Scenes 1

Scenes 1

મર્દાની ફિલ્મમાં રાણી મુખર્જીની એન્ટ્રી ધમાકેદાર અને દમદાર છે કે જે ઑડિયંસને સીટી વગાડવા મજબૂર કરે છે.

Scenes 2

Scenes 2

રાણીનો વિલન સાથે પહેલો સામનો ખૂબ જ રોમાંચક છે અને રાણીની દબંગાઈ જોવા જેવી છે. આ સીન પણ સીટી વગાડવા યોગ્ય છે.

Scene 3

Scene 3

ફિલ્મમાં આ બોલ્ડ સીન વાસ્તવમાં વખાણવા લાયક છે.

Scene 4

Scene 4

ફિલ્મમાં નગ્ન પીઠનું આ સીન એક ક્ષણ માટે આંચકો આપશે, પણ તે તાળી વગાડવા મજબૂર કરી દેશે.

Scene 5

Scene 5

રાણી મુખર્જીએ કરેલા રિયલિસ્ટિક એક્શન સિક્વંસ સીટી વગાડી વધાવવા જેવા છે.

Scene 6

Scene 6

રાણીએ ફિલ્મમાં ઘણી નવી બાબતો કરવાનો પ્રયત્ન કર્ય છે. બસની આ સફર સરળ લાગતી હશે, પણ હકીકતમાં તેવુ નથી.

Scene 7

Scene 7

વિલન સામે સંઘર્ષના મંડાણ કરતા પહેલા તૈયારી કરતા રાણી મુખર્જી.

Scene 8

Scene 8

વિલનને ઝડપી પાડવાનો રાણીએ અખ્ત્યાર કરેલો માર્ગ યથાર્થ અને સ્માર્ટ છે.

Scene 9

Scene 9

અગાઉ કહ્યા મુજબ રાણીના એક્શન સીન્સ જોવા લાયક છે, કારણ કે તે સીન્સ યથાર્થ છે તથા રાણીએ તેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે.

Scene 10

Scene 10

ફિલ્મનું ક્લાઇમેક્સ સીન થોડુક ચીલાચાલુ છે કે જેમાં રાણી વિલનને ફાઇટ માટે પડકારે છે, પરંતુ સરવાળે ફાઇટ સિક્વંસ શાનદાર છે.

વાંચો મર્દાનીનું રિવ્યૂ

વાંચો મર્દાનીનું રિવ્યૂ

Review : માનવ તસ્કરીનું મર્દન કરતી મર્દાની : જુઓ 10 Snaps

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X