‘વિદ્યા નથી બદલાઈ છે કે નથી બદલાવાની’
મુંબઈ, 22 જાન્યુઆરી : કહેવાય છે કે પ્રતિભા કોઈને આશ્રિત નથી હોતી. તેને જ્યારે તક મળે છે, ત્યારે તે ઉપસી સામે આવી જ જાય છે. કંઈક એવુ જ થયું છે અભિનેત્રી વિદ્યા બાલન સાથે. હિન્દી ફિલ્મોમાં લેટ એન્ટ્રી કરનાર વિદ્યાએ બૉલીવુડના એવા પાત્રોની પસંદગી કરી કે જેના દ્વારા આજે તેઓ નંબર વન અભિનેત્રી બની ચુક્યાં છે. એકલા હાથે ફિલ્મો ચલાવનાર અભિનેત્રી વિદ્યા બાલનને તો ડર્ટી થયા બાદ જ નામ અને ખિતાબ મળ્યાં કે જે તેઓ હૃદયપૂર્વક સ્વીકારે પણ છે.

તાજેતરમાં જ લગ્ન કરનાર વિદ્યા બાલન ટુંકમાં જ આપને કૉમેડી ફિલ્મ ઘનચક્કરમાં ઇમરાન હાશમી સાથે નજરે પડનાર છે. પોતાના ભાગનું શુટિં લગ્ન અગાઉ જ પૂર્ણ કરનાર વિદ્યાએ જણાવ્યું કે ફિલ્મો અને તેમના લગ્ન બંને જુદી-જુદી બાબતો છે. બંનેને ભેળવવું ખોટું છે. અમે બંને પતિ-પત્ની કામને સમજીએ છીએ અને તેથી કામની ઇજ્જત કરીએ છીએ. હું લગ્ન બાદ પણ એવી જ રીતે કામ કરતી રહીશ કે જેમ અગાઉ કરતી હતી. વિદ્યા નથી બદલાઈ છે કે નથી બદલાવાની.
જ્યારે વિદ્યાને પ્રશ્ન પુછવામાં આવ્યો કે તેમનો બોલ્ડ અવતાર ચાલુ જ રહેશે, તો તેમણે જણાવ્યું કે મેં બોલ્ડ અવતાર નથી લીધું, બોલ્ડ પાત્રો ભજવ્યા છે કે જે વાર્તાની માંગ હતી. જો મને એવાં જ રોલ મળ્યા, તો હું જરૂર ફરી એવાં રોલ કરતી રહીશ.












Click it and Unblock the Notifications
