અનુષ્કાના કારણે હિટ થશે મટરૂ કી બિજલી કા મંડોલા

મુંબઈ, 18 ડિસેમ્બર : વિશાલ ભારદ્વાજની મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મ 11મી જાન્યુઆરીના રોજ રિલીઝ થનાર છે. દરેક મ્યુઝિક ચૅનલોએ ફિલ્મના ગીતો વાગી રહ્યાં છે. ફિલ્મની ઝલકમાં અનુષ્કા ખૂબ હૉટ રોલમાં દેખાય છે, તો ઇમરાન ખાન એક ગવૈયાની ભૂમિકામાં નજરે પડે છે. ફિલ્મનો બૉક્સ ઑફિસે શો હશ્ર થશે, તે તો પછી ખબર પડશે, પરંતુ અત્યારથી જ અનુષ્કાના ફૅન્સે જાહેર કર્યું છે કે ફિલ્મ જરૂર હિટ રહેશે.

Matru Ki Bijlee Ka mandola

દિલ્હીના રીતેશ અગ્રવાલે ટ્વિટર પર લખ્યું છે કે ફિલ્મ મટરૂ... માં અનુષ્કા સિવાય કોઈ એવો કલાકાર નથી કે જેના માટે લોકો થિયેટરોમાં લાઇન લગાવે. ઇમરાન સુપર ફ્લૉપ હીરો છે, તો પંકજ કપૂર અને શબાના આઝમી બહેતરીન કલાકારો તો છે, પરંતુ બૉક્સ ઑફિસે ભીડ એકત્ર ન કરી શકે. તો એવો જ હાલ આર્ય બબ્બરનો પણ છે, પરંતુ અનુષ્કાના કારણે જ ફિલ્મ હિટ થશે, કારણ કે અનુષ્કાની ટીઆરપી ખૂબ જ હાઈ છે.

નોંધનીય છે કે ફિલ્મમાં અનુષ્કા શર્મા, ઇમરાન ખાન, શબાના આઝમી અને પંકજ કપૂર લીડ રોલમાં છે, પરંતુ તેમાં એક ખાસ કૅરેક્ટર પણ છે કે જેનું નામ છે ગલાબો ગાય. તે માત્ર પંકજ કપૂરને જ દેખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X