પ્રિયંકાનો આરોપ- બિકીની પહેરીને આવી તો સાજીદે પેન્ટ ખોલ્યું
મી ટુ અભિયાન હવે અટકવાનું નામ નથી લઇ રહ્યું. જો બોલિવૂડ વિશે વાત કરવામાં આવે તો રોજ એક નવી કહાની સામે આવી રહી છે.
મી ટુ અભિયાન હવે અટકવાનું નામ નથી લઇ રહ્યું. જો બોલિવૂડ વિશે વાત કરવામાં આવે તો રોજ એક નવી કહાની સામે આવી રહી છે. આ ક્રમમાં એક નવું નામ અભિનેત્રી પ્રિયંકા બોસ જોડાઈ ગયું છે. પ્રિયંકાએ મી ટુ સ્ટોરી શેર કરતા સાજીદ ખાન પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા આસિસ્ટન્ટ ડાયરેક્ટર સલોની ચોપરા, રચેલ વાઈટ અને કરિશ્મા ઉપાધ્યાય પણ સાજીદ ખાન પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવી ચુકી છે. જેને કારણે સાજીદ ખાનને તેની આવનારી ફિલ્મ હાઉસફુલ 4 માંથી હટાવી દેવામાં આવ્યા છે. અહીં વિસ્તારથી જાણો કે આખરે પ્રિયંકા બોસે શુ કહ્યું છે.
આ પણ વાંચો: હું સૌથી મોટો કૂતરો છું, મેં ક્યારેય પણ મહિલાઓનું સમ્માન નથી કર્યું: સાજીદ ખાન

સાજીદે કહ્યું કે હું ઉતેજીત નહીં થાઉં તો દર્શકો કેવી રીતે થશે
પ્રિયંકા બોસે પોતાની મી ટુ સ્ટોરી શેર કરતા જણાવ્યું કે સાજીદે મને ઓડિશન માટે બોલાવી અને મારી સામે સોફા પર બેસીને પોતાની અંગ દબાવવા લાગ્યો. ત્યારપછી સાજીદે કહ્યું કે તને જોઈને મને જ કઈ નથી થઇ રહ્યું તો દર્શકોને ઉતેજીત કઈ રીતે કરી શકીશ.

બિકીની પહેરવામાં વાંધો ના હોય એવું કહ્યું
પ્રિયંકાને જયારે સાજીદના આસિસ્ટન્ટનો મેસેજ આવ્યો ત્યારે તેમાં લખ્યું હતું કે બિકીની પહેરવામાં વાંધો નહીં હોવો જોઈએ. પ્રિયંકાએ કહ્યું કે તે પોતાના કપડાં સાથે લઈને ગઈ હતી. પરંતુ જતાની સાથે જ સાજીદ સોફા પર સુઈ ગયો. તેની આ હરકત જોઈને હું હેરાન થઇ ગઈ અને રડતી રડતી ઘરે પહોંચી.

પ્રિયંકાએ અનુરાગ કશ્યપ અને સૌમિક સેનની કરતૂતો પણ સંભળાવી
પ્રિયંકાએ અનુરાગ કશ્યપ અને સૌમિક સેન સાથે પોતાની મુલાકાત વિશે પણ વાત કરી. પ્રિયંકાએ જણાવ્યું કે સૌમિક એક ફિલ્મની મેકિંગ દરમિયાન તેની સાથે વધારે ફ્રેંડલી થવાની કોશિશ કરતો રહ્યો. એટલું જ નહીં પરંતુ તેને મને કહ્યું કે તે મારી સાથે અફેર કરવા માંગે છે. જયારે અનુરાગ કશ્યપે પણ દારૂના નશામાં મારી પર ગંદા કમેન્ટ પાસ કર્યા છે. પ્રિયંકાએ જોની ગદ્દાર, લવ સેક્સ ઔર ધોખા અને ગુજારીશ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

રેચલ અને બિપાશાએ પણ સાજીદ વિશે કંઈક આવી કહ્યું
અભિનેત્રી રેચલ વાઈટ ઘ્વારા પણ આ વાતનું સમર્થન કરવામાં આવ્યું અને તેને કહ્યું કે સાજીદે તેને પોતાના ઘરે બોલાવીને કપડાં ઉતારીને ઓડિશન આપવામાં માટે કહ્યું હતું. જયારે બિપાશા બાસુ પણ કહ્યું કે હમશકલ પછી તેને ક્યારેય પણ સાજીદ ખાન સાથે કામ નથી કર્યું. બિપાશાએ કહ્યું કે સાજીદ હંમેશા લીચડ પ્રકારના જોક્સ બધાની વચ્ચે મારતો હતો. બિપાશાએ કહ્યું કે મહિલાઓ પ્રત્યે સાજીદનો વ્યવહાર ક્યારેય પણ સારો ના હતો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
