આગલા અઠવાડિયે AIIMSના મેડિકલ બોર્ડના રિપોર્ટમાં સુશાંતના મોતનું રહસ્ય ખુલી જશે

આગલા અઠવાડિયે AIIMSના મેડિકલ બોર્ડના રિપોર્ટમાં સુશાંતના મોતનું રહસ્ય ખુલી જશે

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું કે આત્મહત્યા તે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું, તેમણે ખુદ ફાંસી લગાવી લીધી હતી કે તેમની હત્યા કરી કોઈએ લટકાવી દીધા હતા તેનો ખુલાસો એમ્સના રિપોર્ટમાં થશે, જે મેડિકલ બોર્ડની ટીમ સીબીઆઈને સોંપશે, આ વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કે મોતના મામલે ગઠિત મેડિક બોર્ડ આગલા અઠવાડિયે સીબીઆઈને પોતાનો રિપોર્ટ આપશે, આ વાતની જાણકારી એમ્સના ફોરેંસિક વિભાગના પ્રમુખ અને સુશાંત કેસમાં ગઠિત મેડિકલ બોર્ડના અધ્યક્ષ ડૉ સુધીર ગુપ્તાએ આપી.

મેડિકલ બોર્ડ આગલા અઠવાડિયે CBIને રિપોર્ટ સોંપશે

મેડિકલ બોર્ડ આગલા અઠવાડિયે CBIને રિપોર્ટ સોંપશે

આ વિશે વાત કરતાં ડૉ ગુપ્તાએ કહ્યું કે મેડિકલ બોર્ડ આગલા અઠવાડિયે CBIને રિપોર્ટ સોંપશે અને અમે ઉમ્મીદ કરીએ છીએ કે એ રિપોર્ટ કોઈપણ શંકા રહિત હશે, અત્યારે કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે, જે હિસાબે આ અંગેની માહિતી શેર ના કરી શકાય.

CBIએ AIIMSની મદદ માંગી હતી

CBIએ AIIMSની મદદ માંગી હતી

ઉલ્લેખનીય છે કે 7 સપ્ટેમ્બરે એમ્સની પાંચ સભ્યોની ફોરેંસિક નિષ્ણાંતોની એક ટીમની રચના કરવામાં આવી હતી જેને સુશાંત સિંહ રાજપૂત મોત મામલે તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા, કેમ કે સીબીઆઈએ આ કેસમાં એમ્સની મદદ માંગી હતી, સુશાંતને ઝેર આપી મારી નાખવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, હાલ બધાની નજર એમ્સના રિપોર્ટ પર છે.

મુંઝારો વરતાં સુશાંતનું મોત થયું

મુંઝારો વરતાં સુશાંતનું મોત થયું

અગાઉ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી તેમાં કહેવામાં આવ્યું કે સુશાંતનું મોત મુંઝારો વરતાં થયું હતું અને તેના પેટમાંથી કોઈપણ પ્રકારનો ઝેરીલો પદાર્થ ના મળ્યો પરંતુ સુશાંતના પરિજનોનું કહેવું છે કે તેમનો દીકરો સુસાઈડ ના કરી શકે, તેમણે હત્યાની શંકા વ્યક્ત કરી, જો કે તેમણે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવાનો અને સુશાંતના પૈસા ગાયબ કરવાનો આરોપ લગાવ્યો છે.

સુશાંતના પરિજનોએ હત્યાની આશંકા જતાવી હતી

સુશાંતના પરિજનોએ હત્યાની આશંકા જતાવી હતી

પરંતુ જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ રિયાનું ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું તે બાદ સુશાંતના પરિજનોએ કહેવું શરૂ કરી દીધું કે રિયાએ જ તેમના દીકરાને ડ્રગ્સ આપી મારી નાખ્યો છે, જો કે રિયાએ આ બધા આરોપો ફગાવી દીધા છે પરંતુ એનસીબીએ ડ્રગ્સ મામલે તેની ધરપકડ કરી લીધી છે અને હાલ તે જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે 14 જૂને સુશાંત સિંહનો મૃતદેહ પંખા પર લટકતી હાલતમાં મળ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X