Video: આ અભિનેત્રીના ભોજનમાં દેખાયો 'ચાલતો કીડો', બિમાર થઇ
પ્રિયંકા ચોપરાની કઝીન એક્ટ્રેસ મીરા ચોપડાની ફિલ્મ સેક્સન 375 રિલીઝ થવા માટે તૈયાર છે. આ દરમિાયન એક વીડિયોને કારણે મીરા સમાચરોમાં ચમકી છે.
પ્રિયંકા ચોપરાની કઝીન એક્ટ્રેસ મીરા ચોપડાની ફિલ્મ સેક્સન 375 રિલીઝ થવા માટે તૈયાર છે. આ દરમિાયન એક વીડિયોને કારણે મીરા સમાચરોમાં ચમકી છે. બોલીવુડના સ્ટાર્સ ક્યારેક પોતાના ભોજનની સ્ટોરી સોશિયલ મીડિયા પર શૅર કરતા રહે છે. પણ અહીં મામલો જુદો છે. અહીં કેસ ફિટનેસ નહીં પરંતુ ક્યારેક મોંઘા ભોજનનો હોય તો ક્યારેક ભોજનમાં ગંદકીનો હોય છે. આ વખતે બોલીવુડ અને સાઉથની લોકપ્રિય એક્ટ્રેસ મીરા ચોપડાના ભોજનની સ્ટોરી સાંભળીને અને જોઈને તમે ચોંકી ઉઠશો.
મીરાએ 5 સ્ટાર હોટેલનો એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તેમના ભોજનમાં ફરતા કીડા દેખાઈ રહ્યા છે. આ વીડિયો તમે ત્યારે જ જોઈ શક્શો, જ્યારે તમે ભોજન ન કરી રહ્યા હો. વીડિયો જોયા બાદ ગળા નીચે કોળિયો ઉતારવો અઘરો થઈ પડશે. ભોજન ફાઈવ સ્ટાર હોટેલનું હોય કે સાધારણ ઢાબાનું, જ્યારે પ્લેટમાં લાગેલી ગંદકી ન જોઈ શકીએ તો પછી ફરતા કીડા એ ગુસ્સો લાવવા માટે પૂરતા છે. આ કિસ્સો મીરા ચોપડાએ જણાવ્યો છે.
આ પણ વાંચો: સોનમ કપૂરને થઈ આ ગંભીર બિમારી, સોશિયલ મીડિયા પર જાતે કર્યો ખુલાસો

બ્રેકફાસ્ટ ઓર્ડર કર્યો ત્યારે
મીરા ચોપડાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મીરા અમદાવાદની એક આલિશાન હોટેલમા રોકાઈ હતી. જ્યાં તેમણે સવારે બ્રેકફાસ્ટ ઓર્ડર કર્યો તો તે ભોજનની પ્લેટમાં કીડા ફરતા દેખાયા. તેમણે બેથી ત્રણ વાર જોવાની કોશિશ કરી, જેથી પોતે બરાબર જોયું છે કે નહીં તે જાણી શકાય.

ફરતા કીડા
તેમણે પોતાની પ્લેટમાં જોયું કે તેમાં કીડા ફરી રહ્યા છે. ભોજનની પ્લેટ પર ચાલતા કીડા જોઈને મીરા રાજપૂતના હોશ ઉડી ગયા. તેમણે આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કર્યા છે. આ જોઈને તમે પણ ચોંકી ઉઠશો.

આવી જગ્યાએ ચૂકવીએ છીએ મોટી રકમ
આ વીડિયો શૅર કરતા મીરાએ લખ્યું છે કે હું હાલ ડબલ ટ્રી હેલ્ટન હોટેલ અમદાવાદમાં છું. મેં બ્રેકફાસ્ટ મંગાવ્યો. ભોજનની સાથે મને કીડો મળ્યો. આપણે આવી જગ્યાએ મોટી રકમ ચૂકવીએ છીએ. પરંતુ આ લોકો ભોજનમાં કીડા પીરસે છે. આના પર પગલાં લેવાવા જોઈએ. પ્લીઝ આને ટ્રેન્ડ બનાવો, જેથી લોકોને આ અંગે ખ્યાલ આવે.

કલંક બાદ સેક્શન 375
ઉલ્લેખનીય છે કે મીરા ચોપરાએ 2014માં ફિલ્મ ગેંગ ઓફ ઘોસ્ટથી ડેબ્યુ કર્યો હતો. બાદમાં તે શર્મન જોશી સાથે 1920 લંડનમાં દેખાઈ હતી. કલંકમાં પણ મીરા ચોપરા દેખાઈ ચૂકી છે. હવે તેમની ફિલ્મ સેક્શન 375 ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.

ભોજનથી બીમાર પડી મીરા
મીરાએ આ વીડિયોએ શૅર કરીને લખ્યું છે કે તે જ્યારથી આવી છે, ત્યારથી બીમાર છે. તે કહે છે કે હું એક વીકથી બીમાર છું. હવે મને સમજાય છે કે હું અહીં આવીને કેમ બીમાર થઈ ગઈ. આપણે તેની અવગણના ન કરી શકીએ.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ બોઝે ફાઈવ સ્ટાર હોટેલમાં મોંઘા કેળાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમના બે કેળાની કિંમત 442 રૂપિયા વસુલાઈ હતી. આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
Ordered room service staying in @DoubleTree nd i get worms in my food. Guys lets trend this video. These hotels needs to get into account of their quality. #wormsinfood. Also plz retweet this video to right accountable handles. pic.twitter.com/rLvcgvY9dC
— meera chopra (@MeerraChopra) August 23, 2019
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
