Pics : આ ચોપરા તો સલમાન-શાહરુખને ‘ઓળખતી’ પણ નથી!

મુંબઈ, 15 માર્ચ : એક બાજુ પ્રિયંકા ચોપરાની બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન સાથે નજીકની મૈત્રી કાયમ ચર્ચામાં રહે છે, તો બીજી બાજુ ગત વર્ષે પ્રિયંકા ચોપરા અને સલમાન ખાનની મૈત્રીએ પણ ખૂબ ચર્ચા એકત્ર કરી હતી, પણ પ્રિયંકાની બહેન મીરા ચોપરાનું કહેવું છે કે તેઓ તો અત્યાર સુધી શાહરુખ ખાન કે સલમાન ખાન બંનેમાંથી કોઈને પણ બરાબર ઓળખતા પણ નથી.

ગૅંગ ઑફ ઘોસ્ટ્સ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરવા જઈ રહેલા મીરા ચોપરાએ જણાવ્યું કે તેઓ સલમાન કાન સાથે કામ કરવા ખૂબ જ ઉત્સુક છે અને તેમની સાથે કોઈ ફિલ્મ જરૂર કરવા માંગે છે, પણ સાથે જ મીરા શાહરુખ ખાન અંગે પણ આટલા જ ઉત્સુક છે. જોકે શાહરુખ-પ્રિયંકાની મૈત્રી વિશે મીરા મૌન રહેવાનું જ પસંદ કરે છે અને સાથે જ પોતાની બહેનની જેમ જ પોતાની અંગત જિંદગીને પણ બૉલીવુડ ગૉસિપમાંથી બચાવી રાખવા માંગે છે.

ચાલો ગૅંગ ઑફ ઘોસ્ટ્સ ફિલ્મમાં મીરા ચોપરાની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

સલમાન-શાહરુખને ઓળખતી નથી

સલમાન-શાહરુખને ઓળખતી નથી

એક બાજુ પ્રિયંકા ચોપરાની બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન સાથે નજીકની મૈત્રી કાયમ ચર્ચામાં રહે છે, તો બીજી બાજુ ગત વર્ષે પ્રિયંકા ચોપરા અને સલમાન ખાનની મૈત્રીએ પણ ખૂબ ચર્ચા એકત્ર કરી હતી, પણ પ્રિયંકાની બહેન મીરા ચોપરાનું કહેવું છે કે તેઓ તો અત્યાર સુધી શાહરુખ ખાન કે સલમાન ખાન બંનેમાંથી કોઈને પણ બરાબર ઓળખતા પણ નથી.

ગૅંગ ઑફ ઘોસ્ટ્સ સાથે ડેબ્યુ

ગૅંગ ઑફ ઘોસ્ટ્સ સાથે ડેબ્યુ

મીરા ચોપરા ટુંક સમયમાં જ સતીશ કૌશિકની ફિલ્મ ગૅંગ ઑફ ઘોસ્ટ્સ સાથે બૉલીવુડમાં એન્ટ્રી મારી રહ્યાં છે. ફિલ્મમાં માહી ગિલ પણ છે.

યંગ અને ફ્રેશ મીરા

યંગ અને ફ્રેશ મીરા

મીરાનું કહેવું છે કે આટલા એક્સપીરિયંસ અને જાણીતા કલાકારો હોવા ઝતાં તેઓ ફિલ્મમાં અલગ જ નજરે પડશે, કારણ કે એકમાત્ર તેઓ જ સૌથી યંગ અને ફ્રેશ છે. બાકી તમામ કલાકારો સીનિયર છે.

કોઈ મિત્ર નથી

કોઈ મિત્ર નથી

મીરાએ જણાવ્યું - અત્યાર સુધી બૉલીવુડમાં તેમનો કોઈ મિત્ર નથી, કારણ કે તેઓ અત્યાર સુધી માત્ર કામ અર્થે જ મુંબઈ આવતા હતાં.

મુંબઈમાં વસશે મીરા

મુંબઈમાં વસશે મીરા

જોકે મીરા ચોપરાએ હવે મુંબઈમાં મકાન લઈ લીધું છે અને તેઓ મુંબઈમાં જ કાયમી વસવાટ કરશે.

પ્રિયંકા ફૅવરિટ

પ્રિયંકા ફૅવરિટ

મીરાએ જણાવ્યું - મારી ફૅવરિટ પ્રિયંકા ચોપરા છે. જોકે દીપિકાએ પણ સારી એક્ટિંગ તાજેતરની ફિલ્મોમાં કરી છે.

પરિણીતીના પણ વખાણ

પરિણીતીના પણ વખાણ

મીરાએ પરિણીતી ચોપરા અંગે કહ્યું - પરિણીતી બહુ ટૅલેંટેડ છે. ઓછા સમયમાં તેમણે સારી સફળતા હાસલ કરી લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X