દારૂ પીધા પછી આલોકનાથ બદલાઈ જતા હતા
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં આલોકનાથ પર લાગી રહેલા રેપ અને યૌનશોષણના આરોપો પર આલોકનાથ સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળેલી હિમાની શિવપુરીએ નિવેદન આપ્યું છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં આલોકનાથ પર લાગી રહેલા રેપ અને યૌનશોષણના આરોપો પર આલોકનાથ સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળેલી હિમાની શિવપુરીએ નિવેદન આપ્યું છે. ફેમસ અભિનેત્રી હિમાની શિવપુરી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલોકનાથના શરાબી અને ડબલ વ્યક્તિત્વ વિશે હંમેશાથી ખબર હતી. હિમાની શિવપુરીએ જણાવ્યું કે અલોકનાથનું વ્યક્તિત્વ દારૂ પીધા પછી બિલકુલ બદલાઈ જતું હતું.
આ પણ વાંચો: રેપ આરોપો પર ભડક્યા આલોકનાથ, માનહાનિનો કેસ કરશે

દારૂ પીધા પછી અલોકનાથનું વ્યક્તિત્વ બિલકુલ બદલાઈ જતું
પરદેશ, કભી ખુશી કભી ગમ અને હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મોમાં આલોકનાથ સાથે કામ કરી ચુકેલી હિમાની શિવપુરીએ પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જો તેમને આવું કર્યું છે તો તે ખુબ જ ખરાબ છે. તમે પોતાની તાકાતના દમ પર કોઈ મહિલાને મજબુર નહીં કરી શકો. આ મહિલાઓ માટે ખુબ જ મુશ્કિલ છે. હિમાની શિવપુરીએ આગળ જણાવ્યું કે આલોકનાથ દિવસમાં શૂટ કરતા સમયે ઠીક રહેતા હતા પરંતુ રાત્રે દારૂ પીધા પછી તેમનામાં બદલાવ આવી જતો હતો.

ઇન્ડસ્ટ્રીમાં તેમનો વર્તાવ જગજાહેર હતો
હિમાની શિવપુરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે દારૂ પીધા પછી તેમનું વર્તન બદલાઈ જતું હતું. મેં અભિનેત્રીઓ પાસે સાંભળ્યું હતું કે આલોકનાથ સાથે કામ કરવું તેમના માટે મુશ્કિલ છે. હિમાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે આલોકનાથનું ખરાબ વર્તન ઘણીવાર જોવા મળી ચૂક્યું છે. તેમને એકવાર ખુલ્લામાં શૌચ કરતા પણ પકડવામાં આવ્યા હતા અને એકવાર ફ્લાઈટમાં ખરાબ વર્તનને કારણે તેમને ઉતારવામાં પણ આવ્યા હતા. બધાને ખબર છે તેઓ કેવા વ્યક્તિ છે.

ફિલ્મ મેકર વિંટા નંદાએ આલોક નાથ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો
પોસ્ટમાં વિંટાએ ઉલ્લેખ કર્યો છે કે તેમની પત્ની મારી સારી દોસ્ત હતી. અમે એકબીજાના ઘરે આવતા-જતા હતા. એક વાર તેમના ઘરે પાર્ટીમાં અમે બધાએ દારૂ પીધો. અમે ફિલ્મી દુનિયાની વ્યક્તિઓ છે તો દારૂ પીવો અસામાન્ય વાત નહોતી. મોડી રાત થઈ જતા બધા પોતાના ઘરે જતા રહ્યા. હું પણ ચાલીને નીકળી પડી. રસ્તામાં આ વ્યક્તિ આવ્યો. તેણે મને કારમાં બેસવા કહ્યુ. મે તેના પર ભરોસો કર્યો અને હું બેસી ગઈ. મને કંઈ સમજાતુ નહોતુ. બધુ ધૂંધળુ દેખાતુ હતુ. ત્યારબાદ મારા પર બળાત્કાર કરવામાં આવ્યો.

સંધ્યા મૃદુલ
એટલું જ નહીં પરંતુ સંધ્યા મૃદલ ઘ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આલોકનાથ દારૂના નશામાં તેના રૂમમાં ઘૂસી આવ્યા અને તેની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. આ સમયે MeToo કેમ્પેઇને ઘણા લોકોની કાળી કરતૂતો ખોલી નાખી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
