Me Too: ‘હાઉસફૂલ 4' થી સાજિદ ખાન અલગ, 3 મહિલાઓએ લગાવ્યો હતો આરોપ
અક્ષય કુમારે ‘હાઉસફૂલ 4' નું શૂટિંગ રદ કરાયાની થોડી વાર બાદ જ યૌન શોષણના આરોપી સાજિદ ખાને પોતાનું નિવેદન જારી કરીને ફિલ્મમાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે.
અક્ષય કુમારે 'હાઉસફૂલ 4' નું શૂટિંગ રદ કરાયાની થોડી વાર બાદ જ યૌન શોષણના આરોપી સાજિદ ખાને પોતાનું નિવેદન જારી કરીને ફિલ્મમાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે. સાજિદે આવનારી ફિલ્મ 'હાઉસફૂલ 4' ના નિર્દેશક પદ પરથી હટી ગયા છે. તેમણે ટ્વિટર પર પોતાનું નિવેદન જારી કરીને કહ્યુ કે જ્યાં સુધી તે સચ્ચાઈ સાબિત નહિ કરે ત્યાં સુધી તે નૈતિક જવાબદારી લઈને ડાયરેક્ટરના પદ પરથી હટી રહ્યા છે. સાજિદ ખાન પર ત્રણ મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

યૌન શોષણના આરોપો પર સાજિદે જારી કર્યુ નિવેદન
#MeToo અભિયાન હેઠળ ત્રણ મહિલાઓએ સાજિદ ખાન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આરોપો બાદ સાજિદ ખાને ફિલ્મમાંથી હટવાનો નિર્ણય લીધો છે. ટ્વિટર પર પોતાનું નિવેદન જારી કરીને સાજિદે કહ્યુ, ‘મારી સામે લગાવવામાં આવી રહેલા આરોપો અને મારા પરિવાર, અને આવનારી ફિલ્મ હાઉસફૂલ 4 ના પ્રોડ્યુસર અને એક્ટર્સ પર કરવામાં આવી રહેલ દબાણના કારણે મે નૈતિક જવાબદારી લઈને ફિલ્મના ડાયરેક્ટરની પોસ્ટ પરથી હટવાનો નિર્ણય લીધો છે. હું મીડિયામાં મારા દોસ્તોને આગ્રહ કરુ છુ કે સત્ય બહાર આવતા પહેલા કોઈ નિર્ણય પર ન પહોંચે.'

અક્ષયે રદ કર્યુ ફિલ્મનું શૂટિંગ
સાજિદ ખાન પહેલા ફિલ્મના લીડ એક્ટર અક્ષય કુમાર ‘હાઉસફૂલ 4' નું શૂટિંગ રદ કરી ચૂક્યા છે. અક્ષયે ટ્વિટર પર લખ્યુ હતુ, ‘મે હાઉસફૂલ 4 ના પ્રોડ્યુસર્સને તપાસ પૂરી થવા સુધી શૂટિંગ રદ કરવા માટે કહ્યુ છે. આ કંઈક એવુ છે જેના પર કડક કાર્યવાહીની જરૂર છે. હું એવા કોઈ વ્યક્તિ સાથે કામ નહિ કરુ જે દોષિત હોય. જેમનું યૌન શોષણ થયુ છે તેમને સાંભળવા જોઈએ અને તેમને ન્યાય મળવો જોઈએ.'

અક્ષયે આમની સાથે કામ કરવાનો કર્યો ઈનકાર
અક્ષય કુમારે યૌન શોષણના આરોપીઓ સાથે કામ કરવાનો ઈનકાર કરી દીધો છે. ‘હાઉસફૂલ 4' ના ડાયરેક્ટર સાજિદ ખાન અને અભિનેતા નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આરોપો બાદ ભલે સાજિદ ખાન ફિલ્મમાંથી હટી ગયા હોય પરંતુ નાના પાટેકરનું આના પર કોઈ નિવેદન નથી આવ્યુ.












Click it and Unblock the Notifications
