લતા વિરુદ્ધ શાહિદ : પબ્લિસિટી સ્ટંટ તો નથી ને?

મુંબઈ, 27 સપ્ટેમ્બર : તમને એ સાંભળીને બેહદ આશ્ચર્ય થશે કે અચાનક સુરસામ્રાજ્ઞી લતા મંગેશકર વિરુદ્ધ કોણ ઊભો થઈ ગયો. કોણે કર્યો એવો સાહસ... તો ચાલો અમે આપને જણાવી દઇએ. આ સાહસ કર્યો છે સુરોના સરતાજ મહમ્મદ રફીના પુત્ર શાહિદ રફીએ.

Lata-Rafi

શાહિદ રફીએ એક પ્રેસ કૉન્ફ્રેંસ કરી આશ્ચર્યજનક રીતે લતા વિરુદ્ધ મોર્ચો માંડ્યો છે. શાહિદે જણાવ્યું કે સ્વરકોકિલા લતા મંગેશકર એક નંબરના જુટ્ઠા છે. તેઓ પબ્લિસિટીના ભુખ્યાં છે અને હંમેશા મારા પિતાથી ઈર્ષ્યા કરતા હતાં. તેમના દિલમાં હંમેશા મારા પપ્પા રફી પ્રત્યે દ્વેષ રાખતા આવ્યાં છે.

શાહિદે જણાવ્યું કે લતા કાયમ રફી સાહેબ (જાણો રફી વિશે) માટે એવું જ કહે છે કે રફી સાહેબ રૉયલ્ટી માટે ઝગડો કરતા હતાં અને તેમણે તેમનાથી લેખિતમાં માફી નહિં માંગી. તેમના આ જૂઠને કારણે મને અને મારા પરિવારને ઘણો આઘાત લાગ્યો છે. તેથી જો લતા જાહેરમાં માફી નહિં માંગે, તો હું તેમની ઉપર કેસ કરી દઇશ. હકીકત તો એ છે કે લતાજી મારા પિતાની ગાયિકી પ્રત્યે ઈર્ષ્યા રાખતા હતાં. તેઓ લતા મંગેશકર કરતાં મોટા સિંગર અને બહુમુખી પ્રતિભા સમ્પન્ન હતાં. તેઓ દરેક પ્રકારના ગીતો ગાઈ સકતા હતાં, જે લતા નહોતા કરી શકતા. તેથી તેઓ રફી અંગે ભ્રામક વાતો કરે છે. લતા કરતાં તો આશા ભોંસલે સારાં છે, જે તેમનાથી વધારે યોગ્ય અને સારા સિંગર છે. આશા દરેક પ્રકારના ગીતો ગાઈ શકે છે, જે લતા ક્યારેય ન ગાઈ શક.

આપને જણાવી દઇએ કે શાહિદનો ગુસ્સો લતા દ્વારા તાજેતરમાં અપાયેલ એક ઇન્ટરવ્યૂને કારણે ભડક્યો છે, જેમાં લતાજીએ જણાવ્યું હતું કે ફિલ્મ હમ હિન્દુસ્તાનીનું જાણીતુ ગીત છોડો કલ કી બાતેં કલ કી બાત પુરાની...ની રૉયલ્ટી અંગે રફી સાહેબે લતા વિરુદ્ધ વ્યંગ્ય કર્યા હતાં અને જણાવ્યુ હતું કે તેઓ (લતા) વધારે પૈસા લે છે. આ બનાવ પછી લતાજીએ તેમની સાથે નહિં ગાવાનો ફેંસલો કર્યો હતો, પરંતુ ત્રણ વર્ષ બાદ રફી સાહેબને પોતાની ભુલનો અહેસાસ થયો અને તેમણે સંગીતકાર શંકર-જયકિશનની સમજાવટથી લતાજી પાસે લેખિતમાં માફી માંગી હતી. તે પછી લતાજીએ તેમને માફ કરી દીધા હતાં. બંનેએ પછી તો ઘણી ફિલ્મોમાં સાથે ગીતો ગાયા હતાં.

હાલ શાહિદ રફીની આ વાતથી મીડિયા જગત આશ્ચર્યચકિત છે, પરંતુ લતાજી તરફથી અત્યાર સુધી કોઈ પ્રત્યાઘાત સાંપડ્યા નથી. ટીવી ચેનલો ઉપર ચાલતી ચર્ચાઓમાં કહેવાઈ રહ્યું છે કે આ લતાજીનો નહિં, પણ પોતે શાહિદ રફીનો પબ્લિસિટી સ્ટંટ છે. આખરે તો આવા મુદ્દા ઉભા થાય, તો જ લોકો શાહિદ રફીને જાણી શકશે, નહિંતર એમને ઓળખે કોણ?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X