ગાયક મીકા સિંહનો ધરપકડ બાદ છુટકારો

મુંબઈ, 7 ફેબ્રુઆરી : જાણીતા ગાયક મીકા સિંહ પુનઃ એક વખત વિવાદોમાં ઘેરાયાં છે. આ વખતે કારણ રાખી સાવંત નથી, પણ વિદેશી મુદ્રા છે. તેથી તેમને બુધવારે વહેલી સવારે મુંબઈ ઍરપોર્ટે કસ્ટમ અધિકારીઓએ રોક્યા હતાં. બૅંગકૉકથી મુંબઈ પરત ફરતાં મીકા સિંહ મર્યાદા કરતાં વધુ વિદેશી મુદ્રા લઈને આવ્યા હતાં. તેથી ગ્રીન ચૅનલ ક્રૉસ કરતી વખતે તેમને કસ્ટમ અધિકારીઓએ પકડી પાડ્યાં. મીકા સિંહની બુધવારે વહેલી સવારે ત્રણ વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. જોકે પછીથી તેમને બેલ મળી ગઈ અને હાલ તેમનો છુટકારો થઈ ગયો છે.

Mika

કહે છે કે મીકા પાસે ત્રણ લાખ રુપિયા અને 12 હજાર અમેરિકી ડૉલર એટલે કે લગભગ છ લાખ રુપિયા મળ્યાં. ધરપકડ અગાઉ મીકાની લગભગ છ કલાક લાંબી પૂછપરછ કરવામાં આવી. મીકાએ જણાવ્યું કે તેઓ બૅંગકૉકમાં શો કરીને પાછા ફર્યાં છે. તેથી તેમની પાસે આટલા નાણાં છે. હાલ તેમને બેલ મળી ગઈ છે.

નોંધનીય છે કે મીકા અને વિવાદ કાયમ લગોલગ જ ચાલે છે. મીકા અગાઉ ફિલ્મી જગતના અન્ય સિતારાઓ અનુષ્કા શર્મા, દીયા મિર્ઝા, મિનીષા લાંબા ટૅક્સ ચોરીમાં ઝડપાયાં છે. હાલ તો મીકા સિંહે પોતાની ધરપકડ અને છુટકારા અંગે મીડિયા સાથે કોઈ વાતચીત કરી નથી. કસ્ટમ કાનૂન હેઠળ કોઈ પણ ભારતીય સાડા સાત હજાર રુપિયા અને પાંચ હજાર ડૉલર કરતાં વધુ નાણાં દેશમાં લાવી શકે નહીં. જો આમ હોય, તો તે અંગે કસ્ટમ વિભાગને માહિતી આપવી પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X