પૂલમાં પતિ સાથે અંકિતાએ શેર કર્યો રોમેન્ટીક ફોટો, કહ્યુ - બીજુ કંઈ મહત્વનુ નથી...

મિલિંદ સોમન અને અંકિતા કંવરે પૂલમાં ડૂબકી લગાવતો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે જોતજોતામાં વાયરલ થઈ ગયો.

મુંબઈઃ પ્રેમ એક એવી સુંદર વસ્તુ છે જે ઉંમર નથી જોતી. બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા ક્યુટ કપલ છે જેમની ઉંમરમાં મોટો તફાવત છે પરંતુ તે સાથે હોય છે ત્યારે તેમનુ બૉન્ડિંગ એ એનવાયરમેન્ટને ખુશનુમા બનાવી દે છે. આવી જ એક ક્યુટ જોડી છે મૉડલ અને અભિનેતા મિલિંદ સોમન અને તેની વાઈફ અંકિતા કંવરની. આ કપલ જ્યારે પણ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે ત્યારે લોકો તેમની પ્રશંસા કરતા થાકતા નથી. હવે આ કપલે સાથે પૂલમાં ડૂબકી લગાવતો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે જોતજોતામાં વાયરલ થઈ ગયો.

રોમેન્ટીક અંદાજમાં પૂલમાં ડૂબકી

રોમેન્ટીક અંદાજમાં પૂલમાં ડૂબકી

અંકિતા કંવરે ઈન્સ્ટાગ્રામ પર મિલિંદ સોમન સાથે એક લવિંગ ફોટો શેર કર્યો છે જેમાં બંને ખૂબ રોમેન્ટીક અંદાજમાં પૂલમાં ડૂબકી લગાવતા જોઈ શકાય છે. અંકિતાની પતિ મિલિંદ સાથે શરે કરવામાં આવેલ આ ફોટો ખૂબ સુંદર લાગી રહ્યો છે. ઈન્ટરનેટ પર પણ યુઝર આ કપલના આ સુપર ક્યુટ ફોટાના દીવાના બની ચૂક્યા છે.

આંખોમાં આંખો...પૂલમાં સાથે

આંખોમાં આંખો...પૂલમાં સાથે

ફોટામાં તમે જોઈ શકો છો કે અંકિતા કંવર પોતાના પતિ મિલિંદ સોમન સાથે ખૂબ રોમેન્ટીક અંદાજમાં પૂલની અંદર છે. અંકિતાએ પિંક કલરની બિકિની પહેરેલી છે. સાથે જ મિલિંદ અને અંકિતા બંને એકબીજાને મન ભરીને જોઈ રહ્યા છે. આ ફોટો શેર કરીને કેપ્શનમાં અંકિતાએ લખ્યુ - બીજુ કંઈ મહત્વનુ નથી...

મિલિંદ સોમન અને અંકિતામાં 26 વર્ષનો તફાવત

મિલિંદ સોમન અને અંકિતામાં 26 વર્ષનો તફાવત

આ ફોટો શેર થયા બાદ યુઝર મિલિંદ સોમન અને અંકિતા કંવરના આ ફોટાના દીવાના થઈ ગયા. અત્યાર સુધી આ ફોટા પર હજારો લાઈક અને કમેન્ટ સેક્શનમાં લવ, બ્યૂટીફૂલ કપલ જેવા સરસ શબ્દો વાંચવા મળે છે. અંકિતા કંવર ઘણીવાર પોતાના પતિ મિલિંદ સોમન સાથે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરે છે. તમને જણાવી દઈએ કે મિલિંદ સોમન અને અંકિતામાં 26 વર્ષનો ફરક છે. બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નને ત્રણ વર્ષ વીતી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X