Happy B'day : પત્રકાર બનવા માંગતા હતાં મિનીષા
મુંબઈ, 18 જાન્યુઆરી : કાશ્મીરની સુંદર વાદીઓમાંથી બૉલીવુડને મળ્યો છે એક સુંદર ચહેરો. ફિલ્મી કૅરિયર ભલે નાનું હોય, પણ તેમણે દર્શકો સાથે સમીક્ષકો વચ્ચે પણ ઓળખ સ્થાપિત કરી છે. હા જી, અમે વાત કરીએ છીએ મિનીષા લાંબાની કે જેઓ આજે પોતાનો 29મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. મિનીષા પત્રકાર બનવા માંગતા હતાં, પરંતુ બની ગયાં અભિનેત્રી!
મિનીષા લાંબાનો જન્મ 18મી જાન્યુઆરી, 1985ના રોજ દિલ્હીમાં થયો. તેમનું બાળપણ દિલ્હીમાં વીત્યું. તેમણે દિલ્હીની મીરાંડા હાઉસ કૉલેજમાંથી 2004માં સ્નાતકની ડિગ્રી હાસલ કરી. સૈન્ય પૃષ્ઠભૂમિમાં ઉછરેલાં મિનીષા લાંબાને ફિલ્મોમાં પ્રવેશ મળ્યો સુરજીત સરકાર દિગ્દર્શિત ફિલ્મ યહાં સાથે. યહાં પછી તેમણે મધુર ભંડારકર દિગ્દર્શિત કૉર્પોરેટ ફિલ્મમાં નાની, પણ અસરકારક ભૂમિકા ભજવી. ઉપરાંત મિનીષા લાંબા એંથૉની કૌન હૈ ઔર શ્રૉકી ફિલ્મોમાં પણ દેખાયાં, પરંતુ સફળતા મળી નહીં. હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ ફિલ્મમાં મિનીષા ફરી એક વાર દર્શકો સામે આવ્યાં.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ઓળખ મળી
મિનીષા લાંબાને બૉલીવુડમાં ઓળખ મળી દસ કહાનિયાં ફિલ્મ દ્વારા. આ ફિલ્મમાં મિનીષાએ ગ્રામ્ય યુવતીની સંવેદનશીલ ભૂમિકા સારી રીતે ભજવી.

આકર્ષણ
દસ કહાનિયાં બાદ મિનીષા લાંબા બચના ઐ હસીનો ફિલ્મમાં દર્શકો માટે આકર્ષણના કેન્દ્ર બન્યાં.

નિષ્ફળતા
મિનીષાએ કિડનૅપ ફિલ્મમાં પોતાની છબીમાં ફેરફારનો પ્રયત્ન કર્યો. આ વખતે દર્શકોએ તેમને નકારી કાઢ્યાં.

હમ તુમ શબાના
તાજેતરમાં મિનીષા લાંબા જિલા ગાઝિયાબાદ, ભેજા ફ્રાય અને હમ તુમ શબાના ફિલ્મોમાં નજરે પડ્યાં.

મૅક્ઝિમ પર
મિનીષા લાંબા નવેમ્બર-2012માં મૅક્ઝિમ મૅગેઝીનના કવર પેજ ઉપર નજરે પડ્યાં. આ માટે મિનીષાએ હૉટ ફોટોશૂટ કરાવ્યું. તેઓ માત્ર એક કાળી ચાદર લપેટેલા નજરે પડ્યાં.

ધરપકડ
વર્ષ 2011માં કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરતી વખતે મિનીષા લાંબાની છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઈમથકેથી ધરપકડ કરવામાં આવી હતી. તેમના લગૅજની તપાસ દરમિયાન તેમાંથી પચાસ લાખના દાગીના મળ્યા હતાં. જોકે 16 કલાકની લાંબી પૂછપરછ બાદ તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતાં.












Click it and Unblock the Notifications
