Mirzapur 3 : મિર્ઝાપુર 3 માં નહીં જોવા મળે મુન્ના ભૈયા, જાણો કેમ?
હાલમાં જ નિર્માતાઓએ મિર્ઝાપુરની ત્રીજી સિઝનની જાહેરાત કરી દીધી છે. જો કે ફેન્સ માટે ચૌકાવનારા સમાચાર એ છે કે તેમાં પોપ્યુલર મુન્નાભૈયા દિવ્યેન્દુ શર્મા નહીં જોવા મળે.
પ્રાઇમ વિડિયોએ 19 માર્ચે વેબ સિરીઝ મિર્ઝાપુર 3ની ત્રીજી સિઝનની જાહેરાત કરી છે પરંતુ હજુ સુધી તેની રિલીઝ ડેટ જાહેર કરી નથી.

પ્રાઇમ વીડિયોની ઇવેન્ટ દરમિયાન મિર્ઝાપુર 3 ની જાહેરાત કરવામાં આવી ત્યારે મુન્ના ભૈયા એટલે કે એક્ટર દિવ્યેન્દુ શર્મા હાજર નહોતો. ત્યારથી અટકળો લગાવવામાં આવી રહી છે હતી કે દિવ્યેન્દુ શર્માનું પાત્ર મુન્ના ભૈયા વાપસી કરશે કે નહીં? હવે ખુલાસો થઈ ગયો છે.
હવે ખુદ દિવ્યેન્દુ શર્માએ વેબ સિરીઝ મિર્ઝાપુર 3માંથી બહાર આવ્યાની જાહેરાત કરી છે. દિવ્યેન્દુ શર્માએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તે વેબ સિરીઝ મિર્ઝાપુર 3નો ભાગ નથી. આ સાથે દિવ્યેન્દુ શર્માએ વેબ સિરીઝ મિર્ઝાપુર 3માં તેમના પાત્ર મુન્ના ભૈયાના તેમના અંગત જીવન પર પડતી નકારાત્મક અસર વિશે પણ વાત કરી.
દિવ્યેન્દુ શર્માના આ ઈન્ટરવ્યુ બાદ તેના તમામ ફેન્સ નિરાશ છે. વેબ સિરીઝ મિર્ઝાપુરમાં દિવ્યેન્દુ શર્માના પાત્ર મુન્ના ભૈયાને લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે.
દિવ્યેન્દુ શર્માએ નકારાત્મક પાત્ર ભજવતી વખતે જે પડકારોનો સામનો કરવો પડે છે તેની વાત કરી છે. દિવ્યેન્દુ શર્માએ કહ્યું કે, જ્યારે હું પાત્રમાં હતો ત્યારે તે મારા વ્યક્તિત્વ પર ખૂબ અસર કરી રહ્યું હતું. આપણે કોઈ પણ પાત્રને ઓવર-રોમેન્ટિસ ન કરવું જોઈએ કારણ કે તે શક્ય નથી.
અમુક સમયે તેનાથી મને ગૂંગળામણ અનુભવાઈ. તે એટલું મુશ્કેલ છે કે તમને ખ્યાલ પણ નથી આવતો કે તમે તે ઝોનમાં છો. જ્યારે તમે તેમાંથી બહાર આવો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે તે કેટલું ડાર્ક છે.
જણાવી દઈએ કે, મિર્ઝાપુરની પ્રથમ સિઝન વર્ષ 2018માં અને બીજી સિઝન વર્ષ 2020માં સ્ટ્રીમ કરવામાં આવી હતી. વેબ સિરીઝ મિર્ઝાપુર 2 દરમિયાન મુન્ના ત્રિપાઠીનું મોત થયું ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તે મિર્ઝાપુર 3માં વાપસી કરશે કે નહીં. હાલમાં દિવ્યેન્દુ શર્માએ સ્પષ્ટ કર્યું છે કે તે મિર્ઝાપુર 3માં નથી.












Click it and Unblock the Notifications
