'મિર્ઝાપુર' સ્ટાર પંકજ ત્રિપાઠી બન્યા ચૂંટણી પંચના નેશનલ આઈકૉન
નેશનલ અવૉર્ડ વિનર અને મિર્ઝાપુર સ્ટાર પંકજ ત્રિપાઠીને ભારતીય ચૂંટણી પંચ(ઈસીઆઈ)એ પોતાના નેશનલ આઈકૉન બનાવ્યા છે.
નવી દિલ્લીઃ નેશનલ અવૉર્ડ વિનર અને મિર્ઝાપુર સ્ટાર પંકજ ત્રિપાઠીને ભારતીય ચૂંટણી પંચ(ઈસીઆઈ)એ પોતાના નેશનલ આઈકૉન બનાવ્યા છે. હવે 46 વર્ષીય અભિનેતા પંકજ ત્રિપાઠી ચૂંટણી સમયે જાહેરાત અને કેમ્પેઈ દ્વારા મતદારોને મત આપવાની અપીલ કરતા દેખાશે. પ્રસાર ભારતીના જણાવ્યા મુજબ ચૂંટણી પંચે સોમવારે પંકજ ત્રિપાઠીને નેશનલ આઈકૉન બનાવવાની માહિતી આપી. 20 સેકન્ડ લાંબા વીડિયોમાં પંકજ ત્રિપાઠઈએ પુષ્ટિ કરી કે તે અમુક ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ નેશનલ આઈકૉનની જવાબદારી નિભાવશે.

પંકજ ત્રિપાઠીએ આ અંગે ટ્વિટ કરીને કહ્યુ, 'આભાર, ભારતીય ચૂંટણી પંચની નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરીશ.' પંકજ ત્રિપાઠીને વોટર જંક્શન કાર્યક્રમના શુભારંભ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર સાથે પણ જોવામાં આવ્યા હતા. આ પહેલા પંકજ ત્રિપાઠી બિહારના સ્ટેટ આઈકૉન હતા. મનોરંજન જગતમાં 18 વર્ષના લાંબા કરિયર બાદ પંકજ ત્રિપાઠી હવે ઘરે-ઘરે જાણીતા છે.
પંકજ ત્રિપાઠીને 'ગેંગ્સ ઑફ વાસેપુર', 'ફૂકરે', 'મસાન', 'બરેલી કી બર્ફી', 'લૂડો' અને 'મિમી' જેવી ફિલ્મોમાં તેમના શાનદાર અભિનય માટે ઓળખવામાં આવે છે. પંકજ ત્રિપાઠીની વેબ સીરિઝ 'મિર્ઝાપુર', 'સેક્રેડ ગેમ્સ' અને 'ક્રિમિનલ જસ્ટીસ' પણ હિટ રહી છે. પંકજ ત્રિપાઠી વર્ષ 2004માં અભિષેક બચ્ચન અને ભૂમિકા ચાવલા સ્ટારર 'રન'થી બૉલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. પરંતુ તે 'ગેંગ્સ ઑફ વાસેપુર'થી ફેમસ થયા. પંકજ ત્રિપાઠી મૂળ બિહારના રહેવાસી છે.
आभार @ECISVEEP का निष्ठा पूर्वक ज़िम्मेदारी निर्वहन करने का प्रयास करूँगा । https://t.co/9d1k9XrEaI
— पंकज त्रिपाठी (@TripathiiPankaj) October 3, 2022












Click it and Unblock the Notifications
