Miss Universe 2023: કોણ બનશે મિસ યુનિવર્સ? લાઈવ પ્રસારણ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો?

Miss Universe 2023: આ વર્ષે મિસ યુનિવર્સ પેજન્ટની સ્પર્ધા અલ સાલ્વાડોરમાં આજે એટલે કે 18 નવેમ્બરે યોજાવા જઈ રહી છે. તેમાં 90 દેશોના સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. મિસ દિવા 2023 ભારત તરફથી ભાગ લઈ રહી છે.

મિસ યુનિવર્સ સ્પર્ધા અલ સાલ્વાડોરની રાજધાની સાન સાલ્વાડોરના જોસ એડોલ્ફો પિનેડા એરેના ખાતે યોજાશે, જેમાં 13,000 લોકો સમાઈ શકે છે. 16મી નવેમ્બરે રાત્રે 9 કલાકે નેશનલ કૉસ્ચ્યુમ કૉમ્પીટીશનનુ આયોજન કરવામાં આવ્યું હતુ.

Miss Universe 2023

સ્પર્ધાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. ટેલીમુંડો તેને યુએસમાં સ્પેનિશમાં ટેલિકાસ્ટ કરશે, જ્યારે ધ રોકુ ચેનલ તેના માટે સ્ટ્રીમિંગ એક્સેસ ઓફર કરશે. ભારતીયો 19 નવેમ્બરે સવારે 6:30 વાગ્યાથી મિસ યુનિવર્સ યુટ્યુબ ચેનલ અને એક્સ એકાઉન્ટ પર ફાઈનલ સ્પર્ધા જોઈ શકશે.

શ્વેતા શારદા 72મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તમને જણાવી દઈએ કે શ્વેતા મિસ દિવા યુનિવર્સ 2023ની વિજેતા છે. તેણે ઈન્દિરા ગાંધી નેશનલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. 22 વર્ષની શ્વેતા ચંદીગઢની રહેવાસી છે. તે એક મોડલ અને ડાન્સર છે. તે ડાન્સ દીવાને, ડાન્સ પ્લસ અને ડાન્સ ઈન્ડિયા ડાન્સ જેવા ઘણા ટીવી રિયાલિટી શોનો ભાગ રહી ચૂકી છે. એટલું જ નહીં તેને રિયાલિટી શો ઝલક દિખલાજાના કોરિયોગ્રાફર તરીકે પણ સાઈન કરવામાં આવી છે.

આ વખતે આગામી મિસ યુનિવર્સની પસંદગી માટે સ્પર્ધકો માટે ઘણા અલગ-અલગ લેવલ તૈયાર કરવામાં આવ્યા છે. જેને તેઓએ પોતાની બુદ્ધિથી પાર પાડવા પડશે. આમાં વ્યક્તિગત નિવેદનો, ઇન્ટરવ્યુ, ઈવનિંગ ગાઉન અને સ્વિમવેરમાં પ્રસ્તુતિઓ શામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X