સેક્સ રૅકેટમાં લિપ્ત મિસ્ટીનો મોટો ખુલાસો, નોકરાણીઓએ ફસાવી!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 22 જાન્યુઆરી : ઘરમાં સેક્સ રૅકેટ ચલાવવા અને નવી-નવી મૉડેલોને ફોસલાવી તેમની બ્લ્યુ ફિલ્મ બનાવવાના આરોપમાં પૂછપરછ માટે કસ્ટડીમાં લેવાયેલી બૉલીવુડ અભિનેત્રી મિસ્ટી મુખર્જીએ સમગ્ર કેસને નવો વળાંક આપ્યો છે. મિસ્ટીએ આરોપ લગાવ્યો છે કે તેના ઘરમાં કામ કરતી નોકરાણીઓએ તેના પરિવારને આ કેસમાં ફસાવ્યો છે.

misti
આગળની વાત કરતા અગાઉ આપને જણાવી દઇએ કે મિસ્ટી જે ઘરમાં છેલ્લા નવ વર્ષથી રહેતી હતી, ત્યાંથી પોલીસને 2.5 લાખ સેક્સ સીડી મળી છે. આ ઘર બેસ્ટના જીએમ તથા આઈએસ અધિકારી ઓ પી ગુપ્તાનું છે અને તેમણે મિસ્ટીના પિતા ચંદ્રકાંત મુખર્જીને 80 હજાર માસિક ભાડે આપ્યુ હતું.
આ સમગ્ર કેસમાં હવે મિસ્ટી મુખર્જીએ દાવો કર્યો છે કે તેમનો પરિવાર નવા વર્ષની ઉજવણી કરવા ગોવા ગયો હતો. ઘરમાં માત્ર નોકરાણીઓ હતી. તેમણે ઘરમાં પડેલી રોકડ અને દાગીના ચોરી લીધા. એક સમાચાર પત્ર સાથે વાતચીતમાં મિસ્ટીએ જણાવ્યું કે તેમણે ઘરમાં આવતા-જતા લોકો પર નજર રાખવા ફ્લૅટની અંદર અને બહાર સીસીટીવી કૅમેરા મૂક્યા હતાં. જ્યારે તેમનો પરિવાર 2જી જાન્યુઆરીએ ગોવાથી પરત ફર્યો, ત્યારે અમે જોયું કે ઘરમાં સામાન વિખેરાયેલુ હતું. મિસ્ટીએ કહ્યું કે જ્યારે મેં લૉકર જોયો, તો જ્વૅલરી અને એક લાખ રુપિયા ગાયબ હતાં.

મિસ્ટીએજણા્યું કે સીસીટીવી ફુટેજ બ્લૅંક હતાં. કૅમેરામાં કોઈ રેકૉર્ડિંગ નહોતી. મેં આ અંગે ચારે નોકરાણીઓ સાથે વાત કરી, તો તેમણે હાથ ઉંચા કરી દીધાં. ઘટના અંગે બે દિવસ સુધી કોઈ માહિતી ન મળતા હું ફરિયાદ નોંધાવા ઓશિવારા પોલીસ સ્ટેશન જતી હતી, પરંતુ તે જ વખતે પોલીસે મારા ઘરે રેડ કરી. મિસ્ટીનો આરોપ છે કે નોકરોએ પોતાના ગુનામાંથી ધ્યાન હટાવવા માટે પોલીસને સેક્સ સીડી અંગે ફરિયાદ કરી. જે દિવસે પોલીસે ફ્લૅટ ઉપર રેડ કરી, ત્યારથી ચારે નોકરાણીઓ ગાયબ છે.

English summary
Almost 20-days after 2.5 lakh porn CDs and DVDs were recovered from the actress Misti Mukherjee's rented apartment in Mumbai, she has said that her family's servants framed them.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.