મિથુનના પુત્રએ નશીલી દવા આપી કર્યુ યૌન શોષણ, જબરદસ્તીથી કરાવ્યો ગર્ભપાત
અભિનેતા મિથુન ચક્રવર્તીના પરિવાર માટે મુશ્કેલીઓ વધી શકે છે કારણકે તેમના પુત્ર મહાક્ષય ચક્રવર્તી (મિમોહ) પર બળાત્કાર, ઠગાઈ અને જબરદસ્તીથી ગર્ભપાત કરાવવાનો આરોપ લાગ્યો છે.
હિંદી સિનેમાના ડાંસિંગ આઈકોન રહી ચૂકેલા અભિનેતા મિથુન ચક્રવર્તીના પરિવાર માટે મુશ્કેલીઓ વધી શકે છે કારણકે તેમના પુત્ર મહાક્ષય ચક્રવર્તી (મિમોહ) પર બળાત્કાર, ઠગાઈ અને જબરદસ્તીથી ગર્ભપાત કરાવવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ લગાવ્યો છે ભોજપુરી અભિનેત્રીએ જેણે મિમોહની સાથે તેની મા યોગિતા બાલી પર પણ આ ષડયંત્રમાં શામેલ હોવાની વાત કહી છે. ગુરુવારે બળાત્કાર અને જબરદસ્તીથી ગર્ભપાત કરાવવાના મામલામાં બોમ્બે હાઈકોર્ટે મિથુનના પુત્ર મહાક્ષય અને પત્ની યોગિતા બાલીની આગોતરા જામીનની યાચિકાને ફગાવી દીધી છે.

લગ્નનું વચન આપીને તેની લાગણીઓ સાથે રમત રમી
પીડિત પક્ષના વકીલ રવિ સોનીએ અભિનેતાના પુત્ર પર સંગીન આરોપ લગાવ્યા છે. વકીલે મીડિયામાં નિવેદન આપ્યુ છે કે મિમોહે પીડિતાનું યૌન શોષણ કર્યુ, તે ચાર વર્ષથી એકબીજાને જાણતા હતા. ઘટનાને અંજામ આપતા પહેલા મિમોહે પીડિતાને કોઈ નશીલી દવા પિવડાવી હતી ત્યારબાદ અભિનેતાએ અભિનેત્રી પર બળાત્કાર કર્યો. ત્યારબાદ જ્યારે પીડિતા તેના બાળકની મા બનવાની હતી ત્યારે તેને ઈમોશનલી બ્લેકમેઈલ કરીને ગર્ભપાત કરાવ્યુ. ત્યારબાદ તે લગ્નનું વચન આપીને તેની લાગણીઓ સાથે રમત રમતો રહ્યો.

મિમોહે છોકરીને લાંબા સમય સુધી ડેટ કરી?
મિમોહ લગ્નનું વચન આપતો રહ્યો જેના કારણે પીડિતા આટલા દિવસો સુધી ચૂપ રહી પરંતુ હવે તે તેને સ્વીકારવા તૈયાર નથી અને બીજી જગ્યાએ લગ્ન કરી રહ્યો છે. મિમોહના એક યુવતી સાથે લગ્ન થવાના છે.

પીડિત હજુ પણ મિમોહ સાથે લગ્ન કરવા તૈયાર
વકીલે એ પણ કહ્યુ કે પીડિત યુવતી હજુ પણ મિમોહ સાથે લગ્ન કરવા તૈયાર છે પરંતુ મિમોહ અને આખો ચક્રવર્તી પરિવાર તેને સ્વીકારવા તૈયાર નથી અને તેને જ ખોટી ઠેરવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે મિમોહ 7 જુલાઈના રોજ અભિનેત્રી શીલા શર્માની પુત્રી મદાલસા શર્મા સાથે વિવાહ કરવા જઈ રહ્યો છે.

થનારી સાસુએ પણ કર્યો મિમોહનો બચાવ..
આ વિશે શીલા શર્માએ હાલમાં જ મિમોહનો સપોર્ટ કર્યો હતો, તેણે કહ્યુ હતુ કે આ લગ્ન 7 જુલાઈએ જ થશે. મિમોહ તેને ક્યારેક (ફરિયાદી) મળ્યો હતો, એ અમને પહેલેથી જ ખબર હતી. મિમોહે મુશ્કેલીઓ ઉભી કરવા બદલ આ વિશે ફરિયાદ પણ કરી છે. હવે જ્યારે લગ્નને થોડાક જ દિવસ બાકી રહી ગયા છે ત્યારે તે શું કામ આ કરી રહી છે? એણે એક્શન લેવા માટે આટલો લાંબો સમય કેમ લીધો? બધાનો એક ભૂતકાળ હોય છે, મને મિમોહથી કોઈ ફરિયાદ નથી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
