મિલિંદ સોમને RSS વિશે જણાવ્યા બાળપણના અનુભવ, 27 વર્ષની પ્રેમિકા સાથે લગ્ન કરી ચર્ચામાં આવ્યા
મિલિંદ સોમન ભલે એક્ટિંગની દુનિયાથી દૂર છે પરંતુ હંમેશા સમાચારોમાં છવાયેલા રહે છે. આ વખતે તેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિશે ઘણા ખુલાસા કર્યા છે.
મૉડલ, અભિનેતા અને એથલીટ મિલિંદ સોમન ભલે એક્ટિંગની દુનિયાથી દૂર છે પરંતુ હંમેશા સમાચારોમાં છવાયેલા રહે છે. આ વખતે તેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિશે ઘણા ખુલાસા કર્યા છે. પોતાની ફિટનેસ માટે જાણીતા મિલિંદે જણાવ્યુ કે તે 10 વર્ષની ઉંમરમાં આરએસએસની શાખામાં જતા હતા. તેમના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે અને તે ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા છે.

‘RSS શાખામાં મારી યાદો એકદમ અલગ છે'
મિલિંદ સોમને પોતાના પુસ્તક મેડ ઈન ઈન્ડિયામાં લખ્યુ છે, ‘આજે જ્યારે હું મીડિયામાં જોઉ છુ કે આરએસએસને સાંપ્રદાયિક અને નુકશાનદાયક પ્રોપાગાન્ડાવાળા કહેવામાં આવે છે, તો મને દુઃખ થાય છે. આરએસએસ શાખામાં દર અઠવાડિયે 6થી સાંજે સાત વાગ્યા સુધી મારી જે યાદો છે, તે એકદમ અલગ છે. અમે અમારી ખાખી શૉર્ટ્સમાં માર્ચ કરતા હતા, અમુક યોગા કરતા હતા.. કોઈ ફેન્સી ઉપકરણ વિના વર્કઆઉટ કરતા હતા, ગીતો ગાતા હતા અને સંસ્કૃતના એ છંદોને બોલતા હતા જેના અર્થ અમને સમજમાં નહોતા આવતા.'

‘મને ખૂબ જ ગુસ્સો આવતો હતો'
પોતાના પુસ્તકમાં મિલિંદે આગળ લખ્યુ, ‘મે જ્યારે આરએસએસ જોઈન કર્યુ તો ઘણા સમય સુધી મને બાજુમાં જ રાખવામાં આવતો હતો, પ્રતિભાવાન લોકોની પાછળ દબાયેલો. આ વાત પર મને બહુ ગુસ્સો આવતો હતો કે મારા માતાપિતાએ મારા જેવા ખુશ રહેનાર બાળકને આવી વસ્તુમાં નાખી દીધો હતો જ્યાં ઘણી તાકાત લાગતી હતી. હું ક્યારેય તેનો હિસ્સો બનવા નહોતો ઈચ્છતો.'

‘મારા પિતા પણ આરએસએસનો હિસ્સો રહ્યા'
પુસ્તકમાં મિલિંદે લખ્યુ છે, ‘મારા પિતા પણ આરએસએસનો હિસ્સો રહ્યા છે. તેમને હિંદુ હોવા પર ગર્વ હતો. મને એ સમજમાં ન આવ્યુ કે આમાં ગર્વ કરવા જેવુ શું હતુ પરંતુ મે ક્યારેય એ નથી જોયુ કે આમાં ફરિયાદ કરવા જેવુ શું હતુ. મારા માટે વર્ષ 1995 ઘણુ અલગ વર્ષ હતુ, જાન્યુઆરીમાં મારા પિતાનુ નિધન થઈ ગયુ. મારા મનમાં તેમના પ્રત્યે ખૂબ જ સ્નેહ નહોતો, જ્યારે તમે આવુ વિચારો છો તો દુઃખી થાવ છો. પરતુ તેમણે પોતાના તરફથી મારી દેખરેખ કરી હતી.'

ટ્વિટર પર ટ્રેન્ડ થયા બાદ કર્યુ ટ્વિટ
પોતાના આરએસએસ સાથે જોડાયેલા અનુભવનો જણાવ્યા બાદ મિલિંદ સોમન ટ્રેન્ડ થવા લાગ્યા હતા. ત્યારબાદ તેમણે ટ્વિટ પણ કર્યુ. આમાં તેમણે લખ્યુ, ‘54 વર્ષની ઉંમરમાં 10 વર્ષની ઉંમરમાં થયેલા એક અનુભવ માટે ટ્રેન્ડ કરવુ સારી વાત છે. કાશ હું સ્વિમિંગ માટે ચર્ચામાં હોત, હું એ વખતે સ્વિમિંગ પણ કરતો હતો.' એક અન્ય ટ્વિટમાં મિલિંદે પોતાની પત્ની અંકિતા સાથે હોળીની ફોટો પણ શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે 53 વર્ષના મિલિંદે 2018માં 27 વર્ષની અંકિતા કુંવર સાથે લગ્ન કર્યા હતા. બંનેની ઉંમર વચ્ચેના તફાવત માટે આ લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા. અંકિતા મિલિંદથી 26 વર્ષ નાની છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
