મોહલ્લા અસ્સીમાં સન્ની પંડિત, તો સાક્ષી પંડિતાણી

મુંબઈ, 5 માર્ચ : છેલ્લા કેટલાંક દિવસોથી રૂપેરી પડદે ટેલીવિઝનના મેલ સ્ટાર્સ હીરો બનવાના સમાચારો આવતા હતાં, પરંતુ હવે ફીમેલ સ્ટાર પણ હીરોઇન બનવાના સમાચાર આવે છે. મળત માહિતી પ્રમાણે નાના પડદાની સૌની ચહેતી વહુ પાર્વતી હવે રજતપટે નજરે પડનાર છે. તે પણ અભિનેતા સન્ની દેઓલ સાથે.

sunny-sakshi

હા જી. ઘર ઘર કી કહાની સીરિયલમાં પાર્વતીનો રોલ કરનાર અને હાલમાં બડે અચ્છે લગતે હૈં સીરિલયના કારણે લોકપ્રિય સાક્ષી તંવર મોહલ્લા અસ્સી ફિલ્મમાં સન્ની દેઓલ સાથે કામ કરવાનાં છે. આ વાતને લઈને સાક્ષી તંવર ખૂબ ઉત્સાહિત અને ખુશ છે. પોતાના કૅરિયર માટે મોહલ્લા અસ્સી ફિલ્મને અત્યંત મહત્વપૂર્ણ ગણતાં અભિનેત્રી સાક્ષીએ જણાવ્યું - આ મારા માટે ખૂબ મહત્વની બાબત છે.

આપને જણાવી દઇએ કે આ અગાઉ ફિલ્મ કૉફી હાઉસમાં સાક્ષી કામ કરી ચુક્યાં છે, પરંતુ પહેલી વાર તેઓ કૉમર્સિયલ સિનેમામાં નજરે પડનાર છે અને તે પણ સન્ની દેઓલ જેવા સ્થાપિત સ્ટાર સાથે.

મોહલ્લા અસ્સી ફિલ્મના દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. ફિલ્મ કાશીના સંસ્કૃતના પંડિતના જીવનની વાર્તા કહે છે. સાક્ષીએ ટેલીવિઝનના જાણીતા શો કહાની ઘર ઘર કીમાં પાર્વતનું પાત્ર ભજવ્યુ હતું. આ શો સુપરહિટ રહ્યો હતો. તે પછી અનેક વર્ષો બાદ સાક્ષી તંવરે બડે અચ્છે લગતે હૈં સીરિયલ દ્વારા કમબૅક કર્યું છે અને સફળ પણ રહ્યાં છે. આ શોએ તેમને ગ્લૅમર પાત્રમાં બદલી નાંખ્યાં છે કે જેના કારણે તેઓ ભાભી વાળી ઈમેજમાંથી બહાર આવી શક્યાં. ઉપરાંત સાક્ષીએ ક્રાઇમ પેટ્રોલ જેવા શોના કેટલાંક પાયલૉટ એપિસોડ પણ કર્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X