શત્રુઘ્નની ‘રામાયણ’માં નથી પત્ની અને પુત્રી!
મુંબઈ, 5 ઑક્ટોબર : બૉલીવુડના શૉટગન શત્રુઘ્ન સિન્હાની ‘પારિવારિક રામાયણ'માં તેમના પત્ની પૂનમ સિન્હા અને પુત્રી સોનાક્ષી સિન્હાનો સમાવેશ નથી થતો. આમ અમે નથી કહેતાં. આમ કહેવું છે સોનાક્ષી સિન્હાનો. તેઓ કહે છે કે તેમનું અને તેમના માતાનું નામ તેમના પરિવાર સાથે મૅચ નથી કરતાં.

હકીકતમાં વાત જાણે એમ છે કે સોનાક્ષીના પિતા, કાકા અને ભાઈ સહિત પરિવારના લગભગ તમામ સભ્યોના નામ રામાયણના કોઈને કોઈ પાત્ર ઉપર છે. તેથી સોનાક્ષીને લાગે છે કે તેઓ અને તેમના માતા પરિવારથી ભિન્ન છે. સોનાક્ષીનો પરિવાર મુંબઈમાં જુહૂ વિસ્તારમાં રહે છે.
યૂટીવી સ્ટારના બ્રેકફાસ્ટ ટુ ડિનર સેટ પર સોનાક્ષીએ જણાવ્યું - મારા પિતાનું નામ શત્રુઘ્ન છે. તેમના ત્રણ ભાઇઓ એટલે કે મારા ત્રણ કાકાઓના નામો ભરત, લક્ષ્મણ તથા રામ છે. મારા ભાઇઓના નામો લવ અને કુશ છે. મારા ઘરે રામાયણના પાત્રો પર આધારિત નામકરણ કરવામાં આવ્યું છે. માત્ર મારૂં અને મારા માતાનું નામ રામાયણથી અલગ છે.
દબંગ અને રાઉડી રાઠોડ જેવી ફિલ્મોમાં પોતાના અભિનય કૌશલ્યના ઓજસ પાથરનાર સોનાક્ષી સિન્હા અક્ષય કુમારની આવનાર ફિલ્મ બૉસમાં આયટમ સૉંગ પર થિરકતા નજરે પડશે. સોનાક્ષી સિન્હા બ્રેકફાસ્ટ ટુ ડિનર શોના રવિવારના એપિસોડમાં મહેમાન હશે.












Click it and Unblock the Notifications
