મહાકુંભની મોનાલિસાએ કેરળમાં લગાવ્યા ઠુમકા, વાયરલ ગર્લનો ડાન્સ જોઈને લોકો થયા હેરાન
પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં માળા વેચનારી મોનાલિસા નામની યુવતી રાતો રાત વાયરલ થઈ ગઈ છે. તેની સુંદરતા જોઈને દરેક લોકો તેના પ્રસંશક બની ગયા છે.
જ્યારથી તે વાયરલ થઈ છે ત્યારથી તેના સમાચારો દરરોજ આવતા રહે છે. ત્યારે હાલમાં જ તે કેરળ પહોંચી હતી અને કેરળમાં તે ભીડમાં નાંચતી જોવા મળી હતી.
મળતી માહિતી અનુસાર, વાયરલ ગર્લ મોનાલિસા કેરળમાં એક જ્વેલરી ફંક્શનમાં ભાગ લેવા માટે પહોંચી હતી. ફંક્શનમાં પહોંચેલી મોનાલિસા સુંદર લાલ રંગના લહેંગામાં જોવા મળી હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે તે જોરશોરથી ડાન્સ કરી રહી છે, અને ત્યાં હાજર લોકોએ તેના માટે તાળીઓ પણ પાડી. હવે મોનાલિસાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મોનાલિસાનો આ વીડિયો વાયરલ થયા બાદ તેના ચાહકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે, વીડિયો પર કમેન્ટ કરતા એક ચાહકે લખ્યુ કે, 'તું ખૂબ જ સુંદર છે.' જ્યારે બીજા ચાહકે લખ્યું, 'તેની આંખો ખૂબ જ સુંદર છે.'

ત્રીજા એક યુઝરે લખ્યું, 'ભાગ્ય આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે.' આ રીતે, ચાહકો ટિપ્પણી કરીને મોનાલિસા પર પ્રેમ વરસાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે મહાકુંભ પછી ઘણા દિગ્દર્શકોએ મોનાલિસાને ફિલ્મોની ઓફર પણ આપી હતી. તેમને સનોજ મિશ્રા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર' માટે પણ ઓફર મળી.
મોનાલિસા ટૂંક સમયમાં અભિનેત્રી તરીકે પડદા પર જોવા મળશે. પડદા પર ચાહકો તેને કેટલી પસંદ કરે છે તે જોવાનું બાકી છે.
મોનાલિસાના વીડિયો દરરોજ વાયરલ થતા રહે છે. આ ડાન્સ વીડિયો પહેલા તેનો અભ્યાસ કરતો એક વીડિયો સામે આવ્યો હતો. જેને સનોજ મિશ્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
આ વીડિયો સાથે, તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, 'પૃથ્વી પર જન્મ્યા પછી માણસ બધું જ શીખતો રહે છે, આજના સમાજ માટે શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.'












Click it and Unblock the Notifications
