• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માત્ર મદ્રાસ કૅફે જ નહીં, આ ફિલ્મો પણ ફસાઇ છે વિવાદમાં

|

બૉલીવુડ હોય અને તેની સાથે વિવાદ જોડાયો ના હોય તેવું કેવી રીતે બની શકે. 23 ઑગસ્ટ, શુક્રવારના રોજ વધુ એક વિવાદિત ફિલ્મ 'મદ્રાસ કૅફે' રજૂ થયું છે. જેને લઇને વિવાદ વકર્યો છે અને દક્ષિણ ભારતમાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ચેન્નાઇ ખાતે બુધવારે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યા અને એવા આરોપ લગાવવામાં આવ્યા કે, લિટ્ટેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે, તેમજ અનેક સ્થળો પર આ ફિલ્મના પ્રદર્શન પર રોક લગાવી દેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જો કે, આ પહેલીવાર નથી કે બૉલીવુડમાં ફિલ્મ નિર્માતા અને નિર્દેશક દ્વારા વિવાદીત ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હોય. આ પહેલા પણ અનેક ફિલ્મો બૉલીવુડમાં બની ચૂકી છે, જેને લઇને વિવાદ વકર્યો હોય અને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવી હોય. આજે અહીં એવી જ કેટલીક ફિલ્મો અંગે આછેરી માહિતી આપવામાં આવી છે તો ચાલો તસવીરો થકી જોઇએ આ યાદીમાં કઇ કઇ ફિલ્મો છે.

ચેતના

ચેતના

1970માં આવેલી આ ફિલ્મ વેશ્યાવૃત્તિ પર આધારિત ફિલ્મ હતી, જેમાં મુખ્ય પાત્ર ભજવનાર અભિનેત્રી રેહાના સુલ્તાન દ્વારા ફિલ્મમાં કેટલાક ઉત્તેજક દ્રશ્યો આપવામાં આવ્યા હતા. જેને લઇને ખાસ્સો એવો વિવાદ ચગ્યો હતો.

સિદ્ધાર્થ

સિદ્ધાર્થ

1972માં આવેલી ફિલ્મમાં સિમિ ગરેવાલ અને શશિ કપૂર વચ્ચે કેટલાક પ્રણય દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હતા. જેમાંના એક દ્રશ્ય દરમિયાન બન્ને નિર્વસ્ત્ર હોય છે, જે તે સમયે આ ફિલ્મને લઇને જોરદાર વિરોધ અને તણાવ સર્જાયો હતો.

આંધી

આંધી

1975માં આવેલી આ ફિલ્મમાં મુખ્ય ભમિકા સુચિત્રા સેન અને સંજીવ કુમારે ભજવી હતી. જો કે, આ ફિલ્મમાં તાર્કેશ્વરી દેવી નામના રાજકારણી મહિલાનું પાત્ર જે તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને મળતું આવતું હોવાનું લાગતા ફિલ્મ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.

કિસ્સા કુર્સી કા

કિસ્સા કુર્સી કા

1977માં આવેલી આ ફિલ્મ ઇન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધી પર ફિલ્માવવામાં આવી હતી. આ ફિલ્મને પણ ઇમરજન્સી દરમિયાન પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં ફિલ્મની તમામ પ્રિન્ટ સરકાર દ્વારા સળગાવી દેવામાં આવી હતી અને સૂચના અને પ્રસારણ વિભાગને ફટકાર લગાવવામાં આવી હતી, તેમજ ફિલ્મ નિર્માતાને 51 અલગ-અલગ બાબતોને લઇને નોટીસ ફટકારવામાં આવી હતી.

બૅન્ડિટ ક્વીન

બૅન્ડિટ ક્વીન

1994માં આવેલી ડાકુ ફુલણ દેવી પર આધારિત ફિલ્મ બેન્ડિટ ક્વિનને રાજકીય પાર્ટીઓ સાથે સામાન્ય લોકોના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. ન્યૂડિટી, સેક્સ અને હિંસાના કારણે ભારતીય સેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મ પર પ્રતિબંધ લાદી દીધો હતો. ફુલણ દેવી જાતે પણ આ ફિલ્મની રીલીઝ રોકવા માટે કોર્ટથી સ્ટે ઓર્ડર લીધો હતો.

ફાયર

ફાયર

1996માં આ ફિલ્મ એ સમયે રજૂ કરવામાં આવી હતી જ્યારે હોમોસેક્શુએલિટીની વાત કરવી પણ પાપ ગણાતું હતું. દીપા મહેતાએ તેના પર ફિલ્મ બનાવી નાંખી હતી. જેના કારણે આ ફિલ્મને કેટલાક સમાજસેવી સંગઠનો અને કટ્ટરપંથીઓના રોષનો ભોગ બનવું પડ્યું હતું.

બૉમ્બે

બૉમ્બે

1995માં આવેલી આ ફિલ્મમાં કોમ્યુનલ રાયટ્સને દર્શાવવામાં આવ્યા હતા જેને લીધે કેટલાક સંગઠનો દ્વારા તેનો જોરાદરા વિરોધ કરવામાં આવ્યો હતો અને ફિલ્મને ભારતમાં રજૂ કરવામાં સમસ્યા ઉભી થઇ હતી. તેમજ ફિલ્મને ડિરેક્ટ કરવા બદલ ડિરેક્ટર પર પેટ્રોલ બોમ્બથી એટેક કરવામાં આવ્યો હતો જેના કારણે તેને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. જો કે, આ ફિલ્મને મલેશિયા અને સિંગાપોરમાં રજૂ કરવા દેવામાં આવી નહોતી.

બ્લૅક ફ્રાઇડે

બ્લૅક ફ્રાઇડે

2004માં આવેલી બ્લેક ફ્રાઇડે ફિલ્મ 1993ના મુંબઇ બોમ્બ વિસ્ફોટ પર આધારિત હતી, જેના કારણે આ ફિલ્મનો ખાસો એવો વિરોધ થયો હતો અને ફિલ્મને બે વર્ષ સુધી રજૂ થવા દેવામાં આવી નહોતી.

સિન્સ

સિન્સ

2005માં આવેલી સિન્સ ફિલ્મ 1988માં યૌન શોષણ અને હત્યામાં દોષી જાહેર થયેલા કરેળના પાદરી પર આધારિત ફિલ્મ હતી આ ફિલ્મમાં શાઇની આહૂજા અને સીમા રહમાનીએ અભિનય કર્યો હતો. કેથોલિક સમાજ દ્વારા આ ફિલ્મનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.

વૉટર

વૉટર

2005માં આવેલી વોટર ફિલ્મ પણ દીપા મહેતાની હતી. આ ફિલ્મને શૂટિંગના પ્રથમ દિવસથી જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 2000ની પ્રદર્શનકારીઓ ફિલ્મના સેટ પર પહોંચી ગયા હતા અને તોડફોડ કરી હતી. તેઓ એવું માનતા હતા કે આ ફિલ્મ હિન્દુ સંસ્કૃતિના વિરોધમાં છે અને તેને નકારાત્મક રીતે રજૂ કરી રહી છે. બાદમા આ ફિલ્મનું શૂટિંગ શ્રીલંકામાં કરવામાં આવ્યું હતું અને ફિલ્મના કલાકારોમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો.

ફના

ફના

ફના ફિલ્મ 2006માં આવી હતી. કુનાલ કોહલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કંઇજ વિવાદિત નહોતું, પરંતુ ફિલ્મના અભિનેતા આમીર ખાન દ્વારા ફિલ્મના પ્રમોશન દરમિયાન નર્મદા ડેમ પરિયોજનાથી પ્રભાવિત લોકો અંગે ટીપ્પણી કરી હતી. જેના કારણે ફિલ્મનો ગુજરાતમાં જોરદાર વિરોધ થયો હતો અને તણાવ એ હદે વધી ગયો હતો કે ફિલ્મને ગુજરાતમાં રજૂ કરવા દેવામાં આવી નહોતી.

પરઝાનિયા

પરઝાનિયા

2007માં આવેલી નસીરુદ્દિન શાહ અભિનીત ફિલ્મ પરઝાનિયામાં ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોના મુદ્દાને ચગાવવામાં આવ્યો હતો. જેના કારણે ફિલ્મનો વિરોધ થયો હતો અને ફિલ્મ દ્વારા ધાર્મિક વાતાવરણ ડહોળાઇ શકે છે તેવી ભીતિ સાથે ફિલ્મને ગુજરાતમાં રજૂ કરવા દેવામાં આવી નહોતી.

માય નેમ ઇઝ ખાન

માય નેમ ઇઝ ખાન

2010માં આવેલી શાહરૂખ ખાનની ફિલ્મને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મમાં ધાર્મિક ભાવનાઓ ભડકાવે તેવા દ્રશ્યો હોવાનો દાવો કરીને રાજકીય પાર્ટીઓએ તેનો ખાસ્સો વિરોધ કર્યો હતો. શિવસેના દ્વારા તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ ફિલ્મ રજૂ થઇ તે દરમિયાન અને સિનેઘરો અને બુકિંગ સેન્ટર્સ પર પણ હુમલાઓ કરવામાં આવ્યા હતા.

વિશ્વરૂપ

વિશ્વરૂપ

કમલ હસન અભિનિત 2013માં આવેલી વિશ્વરૂપ ફિલ્મને પણ ખાસ્સા વિરોધનો સામનો કરવો પડ્યો હતો, પહેલા ફિલ્મના નામને લઇને અને બાદમાં ફિલ્મના દર્શાવવામાં આવેલા મુસ્લિમ પાત્રને લઇને અનેક મુસ્લિમ સંગઠનો દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ફિલ્મ પર પ્રતિંબધની માંગ કરવામાં આવી હતી.

મદ્રાસ કૅફે

મદ્રાસ કૅફે

23 ઑગસ્ટના રોજ રજૂ થયેલી શૂજિત સરકારની પોલિટિકલ થ્રીલર ફિલ્મ વિવાદમાં ફસાઇ છે ફિલ્મમાં લિટ્ટેને ખોટી રીતે રજૂ કરવાના આરોપ સાથે દક્ષિણ ભારતમાં ફિલ્મનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે અને ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી રહી છે.

English summary
film who created controversy in india., many film like, aandhi, bendit queen, kissa khursi ka, fire, water, black friday create controversy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more