• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સન્ની નહીં, દીપિકા છે મોસ્ટ ડિઝાયરેબલ વુમન : જુઓ આખું લિસ્ટ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 જૂન : દીપિકા પાદુકોણે ફરી એક વાર ટાઇમની 50 મોસ્ટ ડિઝાયરેબલ વુમન 2013ની યાદીમાં ટોચે રહ્યાં છે. દીપિકાએ સન્ની લિયોનને માત આપી પહેલુ સ્થાન હાસલ કર્યું છે. દીપિકાએ ગત વર્ષે એક પછી એક ચાર સુપરહિટ ફિલ્મો આપી છે અને તેઓ મોસ્ટ ડિઝાયરેબલ વુમન ઑફ 2013 પોલ 7.34 લાખ મતો મેળવી જીતી ગયાં છે.

દીપિકા પાદુકોણે વર્ષ 2013 ઉપર રાજ કર્યુ હતું. દીપિકાએ 2012માં પણ આ યાદીમાં પહેલુ સ્થાન હાસલ કર્યુ હતું. 2013માં દીપિકાની તમામ મોટા બજેટની ફિલ્મો રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલાએ સફળતાના ઝંડા ગાડી 100 કરોડ ક્લબમાં સ્થાન હાસલ કર્યુ હતું. એટલુ જ નહીં, ચેન્નઈ એક્સપ્રેસ તો બૉક્સ ઑફિસે ગત વર્ષની હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ સાબિત થઈ હતી. આટલુ જાણે ઓછું હોય, તેમ દીપિકાએ મોટા બજેટની જાહેરખબરો પણ હાસલ કરી હતી.

દીપિકા વર્ષ 2014માં પણ લાઇમલાઇટમાં છે. આ વર્ષે હજી તેમની એકેય ફિલ્મ નથી આવી, પરંતુ શાહરુખ ખાન સાથે આવી રહેલી હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ માટે તેઓ ચર્ચામાં છે. રણવીર સિંહ સાથેનું અફૅર પણ તેમને આ વર્ષે ચર્ચામાં રાખવામાં મદદગાર સાબિત થઈ રહ્યું છે. બીજી બાજુ દીપિકાના એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂરના વર્તમાન ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફ આ યાદીમાં બીજા સ્થાને રહ્યાં છે. ધૂમ 3 ફિલ્મની શાનદાર સફળતાએ કૅટને આ સ્થાન પામવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

દરમિયાન રાગિણી એમએમએસ 2ની સફળતા તથા બૅબી ડૉલ અવતાર ધરી આખા દેશને ઘેલુ લગાડનાર સન્ની લિયોને આ યાદીમાં ચોથું સ્થાન પામી પ્રિયંકા ચોપરા તથા સોનમ કપૂરને પાછળ મૂકી દીધી છે. બ્યૂટી ક્વીન વિનર્સ શોભિતા ધુલિપાલા, સૃષ્ટિ રાણા, પૂર્વા રાણા, પૂજા ગુપ્તા, નવનીત કૌર ઢિલ્લોન, ઝોયા ઍફ્રો તથા માનસી મોઘે પહેલી વાર આ લિસ્ટમાં સામેલ થવામાં સફળ રહ્યાં છે. ઐશ્વર્યા રાય તથા કરીના કપૂર આ યાદીમાં જળવાયેલા રહ્યાં છે અને તેઓ કોઈ પણ સમયે ટૉપ ઉપર જઈ શકે છે.

અહીં રજૂ કરીએ છીએ 25 મહિલાઓની યાદી કે જેઓ મોસ્ટ ડિઝાયરેબલ વુમન ઑફ 2013 રહી છે :

દીપિકા પાદુકોણે - રૅંક 1

દીપિકા પાદુકોણે - રૅંક 1

દાવાના કારણો - એક પછી એક ચાર સફળ ફિલ્મો અને આગામી ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર.
રિલેશનશિપ સ્ટેટસ - રણવીર સિંહ સાથે ડેટિંગની અફવા.
ડિઝાયરૅબિલિટી - તેમનું ડસ્કી કલર, તેમના ડિમ્પલ્સ તથા રહસ્યમય આંખો કે જે કોઈને પણ દીવાનો બનાવી દે છે.

કૅટરીના કૈફ - રૅંક 2

કૅટરીના કૈફ - રૅંક 2

દાવાના કારણો - ધૂમ 3ની સફળતા સાથે તેમણે વિનિંગ સ્ટ્રીક જાળવી રાખી છે.

રિલેશનશિપ સ્ટેટસ - રણબીર કપૂર સાથે ડેટિંગની અફવા.
ડિઝાયરૅબિલિટી - આ સુંદર મહિલાએ તમામ પૉઇંટ્સ તેમની હૉટ બૉડી તથા એક્ઝોટિક લુક્સ માટે હાસલ કર્યા છે.

જૅકલીન ફર્નાન્ડીઝ - રૅંક 3

જૅકલીન ફર્નાન્ડીઝ - રૅંક 3

દાવાના કારણો - રેસ 2ની સફળતા દ્વારા તેમણે યાદીમાં ઝડપથી પ્રગતિ કરી છે.
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ
ડિઝાયરૅબિલિટી - તેમની પોર્સલેન સ્કિન તથા પરફેક્ટ લુક્સ જ તેમની દોલત છે.

સન્ની લિયોન - રૅંક 4

સન્ની લિયોન - રૅંક 4

દાવાના કારણો - આ લૈલાએ શૂટઆઉટ એટ વડાલામાં પોતાની કામુકમતાનું બેસ્ટ પ્રદર્શન કર્યુ હતું.
રિલેશનશિપ સ્ટેટસ - ડૅનિયલ વેબરના પત્ની.
ડિઝાયરૅબિલિટી - તેમની ઇરોટિક અપીલ્સનું આકર્ષણ જારી છે.

પ્રિયંકા ચોપરા- રૅંક 5

પ્રિયંકા ચોપરા- રૅંક 5

દાવાના કારણો - ટ્યુનિંગ પૉપસ્ટાર બનવું તેમની આગવી સિદ્ધિ બની ગઈ છે.
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ
ડિઝાયરૅબિલિટી - પિતાની લાડકી દીકરી પોતાના વિનિંગ સ્માઇલથી બધાના દિલ જીતી લે છે.

ચિત્રાંગદા સિંહ - રૅંક 6

ચિત્રાંગદા સિંહ - રૅંક 6

દાવાના કારણો - ઇનકાર ફિલ્મ દ્વારા તેમણે પોતાની સાથે જોડાયેલ તમામ ટીકાઓનો ઇનકાર કરી નાંખ્યો.
રિલેશનશિપ સ્ટેટસ - ડાઇવૉર્સ્ડ
ડિઝાયરૅબિલિટી - આ બિંદાસ્ત ગર્લ હમેશા સલ્ટ્રી રહે છે.

શ્રિયા સરન - રૅંક 7

શ્રિયા સરન - રૅંક 7

દાવાના કારણો - તેમણે સાઉથની ફિલ્મોમાં પોતાની ઝળહળતા જાળવી રાખી છે.
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ
ડિઝાયરૅબિલિટી - તેમની સેક્સ અપીલમાં તેમની એથનિક બ્યુટી ઉમેરો કરે છે.

એશા ગુપ્ત - રૅંક 8

એશા ગુપ્ત - રૅંક 8

દાવાના કારણો - આ મિસ ઇન્ડિયા ઇંટરનેશનલ 2007એ ઝન્નત 2 તથા રાઝ 3માં પોતાની એક્ટિંગ વડે બહુ વખાણ મેળવ્યા છે.
રિલેશનશિપ સ્ટેટસ - અરમાન ગુજરાલ સાથે ડેટિંગ.
ડિઝાયરૅબિલિટી - તેમનો ડસ્કી લુક્સ તેમની અનિવાર્યતા સાબિત કરે છે.

કંગના રાણાવત - રૅંક 9

કંગના રાણાવત - રૅંક 9

દાવાના કારણો - તેમણે ક્રિશ 3 બાદ સ્ટારડમ સ્કેલમાં ઉછાળો માર્યો છે.
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ.
ડિઝાયરૅબિલિટી - આ કર્લી-હૅર્ડ ફૅશનિસ્ટા બ્યુટી વિથ બ્રેન છે.

શ્રદ્ધા કપૂર - રૅંક 10

શ્રદ્ધા કપૂર - રૅંક 10

દાવાના કારણો - આશિકી 2એ આપણને તેમના પ્રેમમાં નાંખી દીધી છે.
રિલેશનશિપ સ્ટેટસ - આદિત્ય રૉય કપૂર સાથે ડેટિંગની અફવા.
ડિઝાયરૅબિલિટી - તેમના માટે આગળ સુંદર ભવિષ્ય છે.

આલિયા ભટ્ટ - રૅંક 11

આલિયા ભટ્ટ - રૅંક 11

દાવાના કારણો - સ્ટુડન્ટ ઑફ ધ ઈયર તથા હાઈવે.
રિલેશનશિપ સ્ટેટસ - અર્જુન કપૂર સાથે ડેટિંગની અફવા.
ડિઝાયરૅબિલિટી - તેમના ડિમ્પલ્સ તથા ક્યૂટ ચાર્મિંગ પર્સનાલિટી લોકોને આકર્ષે છે.

નરગિસ ફખરી - રૅંક 12

નરગિસ ફખરી - રૅંક 12

દાવાના કારણો - રૉકસ્ટાર તથા મૈં તેરા હીરો.
રિલેશનશિપ સ્ટેટસ - ઉદય ચોપરા સાથે ડેટિંગની અફવા.
ડિઝાયરૅબિલિટી - તેમના ઉચ્ચારણો, તેમના હૉટ હોઠ તથા કામુક ફિગર.

નેહા શર્મા - રૅંક 13

નેહા શર્મા - રૅંક 13

દાવાના કારણો - ક્યા સુપર કૂલ હૈં હમ તથા યંગિસ્તાન.
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ.
ડિઝાયરૅબિલિટી - તેમના લુક્સ તથા એક્ટિંગ ચોપ્સ.

સોનમ કપૂર - રૅંક 14

સોનમ કપૂર - રૅંક 14

દાવાના કારણો - કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કારપેટ એપીરિયંસ આપી તેઓએ કમબૅક કર્યું છે.
રિલેશનશિપ સ્ટેટસ - ડેટિંગ
ડિઝાયરૅબિલિટી - તેમની ફૅશન સેન્સ બૉલીવુડ બહાર પણ વખણાય છે.

એવલીન શર્મા - રૅંક 15

એવલીન શર્મા - રૅંક 15

દાવાના કારણો - યે જવાની હૈ દીવાની
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ.
ડિઝાયરૅબિલિટી - તેમના લુક્સ તથા બોલ્ડ અવતાર.

તમન્ના ભાટિયા - રૅંક 16

તમન્ના ભાટિયા - રૅંક 16

દાવાના કારણો - તેમની પાસે એક પછી એક ફિલ્મો છે કે જેમાં ઇટ્સ એંટરટેનમેંટ તથા હમશકલ્સનો સમાવેશ થાય છે.
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ.
ડિઝાયરૅબિલિટી - સાઉથમાં તેમની ફૅર સ્કિન તથા સ્ટાર સ્ટેટસ. સાઉથમાં આ અભિનેત્રીને સમર્પિત મંદિર છે.

યામી ગૌતમ - રૅંક 17

યામી ગૌતમ - રૅંક 17

દાવાના કારણો - અજય દેવગણ સાથે એક્શન જૅક્સન.
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ.
ડિઝાયરૅબિલિટી - તેમનું ક્યૂટ લુક્સ તથા ડેડિકેટ ફિગર.

અદિતી રાવ હૈદરી - રૅંક 18

અદિતી રાવ હૈદરી - રૅંક 18

દાવાના કારણો - બૉસ તથા મર્ડર 3.
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ.
ડિઝાયરૅબિલિટી - તેમનું સુંદર ફિગર.

સોનાક્ષી સિન્હા - રૅંક 19

સોનાક્ષી સિન્હા - રૅંક 19

દાવાના કારણો - તેમણે અનેક સફળ ફિલ્મો આપી છે કે જેમાં તાજેતરની આર રાજકુમાર પણ છે.
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ.
ડિઝાયરૅબિલિટી - તેમના કર્વી ફિગરે બૉલીવુડમાં એક નવુ ચલણ શરૂ કર્યું છે.

સોનલ ચૌહાણ - રૅંક 20

સોનલ ચૌહાણ - રૅંક 20

દાવાના કારણો - તેમની છેલ્લી ફિલ્મ લીજેન્ડ સાઉથમાં મોટી સફળ ફિલ્મ રહી છે.
રિલેશનશિપ સ્ટેટસ - નીલ નિતિન મુકેશ સાથે ડેટિંગની અફવા.
ડિઝાયરૅબિલિટી - તેમની પાસે લુક્સ, બ્યુટી સહિત બધુ જ છે.

ઇલિયાના - રૅંક 21

ઇલિયાના - રૅંક 21

દાવાના કારણો - બર્ફી તથા મૈં તેરા હીરો.
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ.
ડિઝાયરૅબિલિટી - તેમના કર્વી બૉટમ તેમની ખાસિયત છે.

લીઝા હૅડન - રૅંક 22

લીઝા હૅડન - રૅંક 22

દાવાના કારણો - ક્વીનમાં તેમની ભૂમિકા.
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ.
ડિઝાયરૅબિલિટી - તેમની બોલ્ડ પર્સનાલિટી, તેમના સ્વપ્નિલ આંખો તથા હૉટ ફિગર.

શોભિતા ધુલિપાલા - રૅંક 23

શોભિતા ધુલિપાલા - રૅંક 23

દાવાના કારણો - આ મિસ ઇન્ડિયા અર્થ 2013ના ચહેરોનો ફિલ્મોમાં ઇંતેજાર છે.
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ.
ડિઝાયરૅબિલિટી - તેમણે શબ્દો દ્વારા પોતાની ગ્લૅમરસ પર્સનાલિટીનો વ્યાપ વધાર્યો છે.

શ્રુતિ હસન - રૅંક 24

શ્રુતિ હસન - રૅંક 24

દાવાના કારણો - ડી ડે
રિલેશનશિપ સ્ટેટસ - સુરેશ રૈના સાથે ડેટિંગની અફવા.
ડિઝાયરૅબિલિટી - તેમના સેક્સી કર્વ્સ તથા સાઇનિંગ ટૅલેંટ.

સૃષ્ટિ રાણા - રૅંક 25

સૃષ્ટિ રાણા - રૅંક 25

દાવાના કારણો - તેમણે મિસ એશિયા પૅસિફિક 2013 જીતી ભારતને ગૌરવ બખ્શ્યું છે.
રિલેશનશિપ સ્ટેટસ - સિંગલ.
ડિઝાયરૅબિલિટી - તેમનો સ્મૉકિંગ હૉટ લુક્સ મારક છે.

English summary
Deepika Padukone has again become the most desirable women this year, let's check who are the other most desirable women this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X