For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભિનેત્રી મૌસમી ચેટર્જીની દીકરી પાયલનુ નિધન, લાંબા સમયથી હતી બિમાર

એક દુઃખદ સમાચાર બોલિવુડથી છે. જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જીની દીકરી પાયલ ડિકી સિન્હાનુ ગુરુવારે મોડી રાતે 2 વાગે નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

એક દુઃખદ સમાચાર બોલિવુડથી છે. જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જીની દીકરી પાયલ ડિકી સિન્હાનુ ગુરુવારે મોડી રાતે 2 વાગે નિધન થઈ ગયુ. સ્પૉટબૉયે આ સમાચારની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે પાયલ લાંબા સમયથી બિમાર હતી તેને જુવેનાઈલ ડાયાબિટીઝ હતુ અને તે લાંબી સમયથી બિમાર હતી. તેના પતિ ડિકી સિન્હા તેને હોસ્પિટલથી ઘરે લાવ્યા હતા પરંતુ મૌસમી અને તેના પતિ જયંત મુખર્જીએ જમાઈ પર તેમની દીકરીની યોગ્ય દેખરેખ ન રાખવાના ગંભીર આરોપ લગાવ્યા હતા.

અભિનેત્રી મૌસમી ચેટર્જીની દીકરી પાયલનુ નિધન

અભિનેત્રી મૌસમી ચેટર્જીની દીકરી પાયલનુ નિધન

દીકરી પાયલની ખરાબ તબિયતને જોતા મૌસમી અને તેના પતિએ બૉમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તમને જણાવી દઈએ કે પાયલના વર્ષ 2010માં બિઝનેસમેન ડિકી સિન્હા સાથે લગ્ન થયા હતા. જયંત મુખર્જી, પાયલ અને ડિકી ત્રણે એક જ કંપનીમાં ડાયરેક્ટર હતા પછી 2016માં તેમની વચ્ચે વિવાદ થયો હતો.

મૌસમી અને તેના પતિએ લગાવ્યા હતા જમાઈ પર આરોપ

ત્યારબાદ મૌસમી અને તેના પતિએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ 28 એપ્રિલ 2018માં પાયલને હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યા હતા અને ડૉક્ટરે ફિઝિયોથેરેપી અને ડાયટનુ ખાસ ધ્યાન રાખવા માટે કહ્યુ હતુ પરંતુ મારા જમાઈએ તેને ફોલો કર્યુ નહોતુ.

આ પણ વાંચોઃ Drishyam ફેમ શ્રેયા સરનની લંડન એરપોર્ટ પર થઈ પૂછપરછ, જાણો સમગ્ર મામલોઆ પણ વાંચોઃ Drishyam ફેમ શ્રેયા સરનની લંડન એરપોર્ટ પર થઈ પૂછપરછ, જાણો સમગ્ર મામલો

મારી દીકરીની ખરાબ તબિયત માટે મારા જમાઈ જવાબદાર છેઃ મૌસમી

અહીં સુધી કે ડિકીને દેખરેખ માટે રાખેલી નર્સોને પેમેન્ટ આપવામાં આવ્યુ નહોતુ તે બાદ તેમણે કામ છોડી દીધુ અને ડિકીની તબિયત રોજેરોજ ખરાબ થઈ રહી હતી. મારી દીકરીની ખરાબ તબિયત માટે મારા જમાઈ જ જવાબદાર છે.

English summary
Moushumi Chatterjee’s daughter Payal Dicky Sinha has passed away around 2 am last night
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X