For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સત્તાવને શૂરો : 24નો લાગતો મિસ્ટર ઇન્ડિયા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 ડિસેમ્બર : આજે બૉલીવુડના મિ. ઇન્ડિયા એટલે કે અનિલ કપૂર 57 વર્ષના થઈ ગયાં છે. મુંછાળા અનિલ કપૂરનો દરેક અંદાજ આજેય લોકો પસંદ કરે છે. તેઓ એક બહેતરીન કલાકાર, મજેદાર ડાંસર, શાનદાર હોસ્ટ, કૅરિંગ હસબૅન્ડ અને લવિંગ પાપા છે. જીવનની દરેક ઉંચાઇઓ સ્પર્શનાર અભિનેતા અનિલ કપૂરે પોતાના જીવનના 30 વર્ષ હિન્દી સિનેમાને આપ્યાં છે અને આજેય તેઓ સક્રિય છે. અનિલ કપૂર હાલમાં ટેલીવિઝન શો 24ને લઈને ખૂબ જ લોકપ્રિય થયાં છે. ઉપરાંત તેમણે આ ટેલીવિઝન શોનો બીજો ભાગ બનાવવાની પણ જાહેરાત કરી છે.

જાણીતા ફિલ્મ નિર્માતા સુરેન્દ્ર કપૂરના બીજા નંબરના પુત્ર અનિલ કપૂરનો જન્મ મુંબઈ ખાતે જ થયો. સુનીતા કપૂર સાથે લગ્ન કરનાર અનિલ કપૂરના ત્રણ સંતાનો છે. વિકીપીડિયાની માનીએ તો અનિલ કપૂરે ઉમેશ મહેરાની હમારે તુમ્હારે (1979) ફિલ્મ દ્વારા એક સહાયક અભિનેતા તરીકે બૉલીવુડની સફર શરૂ કરી હતી. હમ પાંચ (1980) અને શક્તિ (1982) ફિલ્મોમાં સામાન્ય ભૂમિકાઓ બાદ અનિલને 1983માં વો સાત દિન ફિલ્મમાં લીડ રોલ મળ્યો અને તેઓએ એક ઉત્કૃષ્ટ અને સ્વાભાવિક પ્રદર્શન કર્યું.

અનિલ કપૂરે પછી ટૉલીવુડમાં અભિનય કરવાની કોશિશ કરી અને તેલુગુ ફિલ્મ વમ્સાવૃક્ષં તથા મણિરત્નમની પ્રથમ કન્નડ ફિલ્મ પલ્લવી અનુપલ્લવી કરી. પછી તેમણે યશ ચોપરાની મશાલમાં શ્રેષ્ઠ અભિનય કર્યો અને દિલીપ કુમાર સામે પોતાનું કૌશલ્ય દાખવ્યું. મેરી જંગ (1985) જેવી ફિલ્મમાં ન્યાય માટે લડતાં એક નારાજ યુવકની ભૂમિકા કરનાર અનિલે પોતાને પરિપક્વ અભિનેતા તરીકે સ્થાપ્યાં. ઉપરાંત અનિલ કપૂરે કર્મા, મિસ્ટર ઇન્ડિયા, તેઝાબ, રામ લખન, તાલ, સ્મલડૉગ મિલિયોનિયર વેલકમ, બીવી નંબર વન જેવી ફિલ્મો કરી. અનિલ કપૂરની છેલ્લી ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા રિલીઝ થઈ હતી.

મશાલ

મશાલ

અનિલ કપૂરે યશ ચોપરાની મશાલ ફિલ્મમાં બહેતરીન એક્ટિંગ કરી. તેમણે દિલીપ કુમાર જેવા કલાકાર સાથે પોતાનું અભિનય કૌશલ્ય દાખવ્યું.

મેરી જંગ

મેરી જંગ

મેરી જંગ (1985) જેવી ફિલ્મમાં ન્યાય માટે લડતાં એક નારાજ યુવકની ભૂમિકા કરનાર અનિલે પોતાને પરિપક્વ અભિનેતા તરીકે સ્થાપ્યાં. ઉપરાંત અનિલ કપૂરે કર્મા, મિસ્ટર ઇન્ડિયા, તેઝા, રામ લખન, તાલ, સ્મલડૉગ મિલિયોનિયર વેલકમ, બીવી નંબર વન જેવી ફિલ્મો કરી.

નેશનલ ઍવૉર્ડ

નેશનલ ઍવૉર્ડ

અનિલ કપૂરને 2001માં ફિલ્મ પુકાર માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ઍવૉર્ડ મળ્યો, તો 2008માં તેમને ગાંધી માય ફાધર ફિલ્મ માટે સ્પેશિયલ જ્યુરી નેશનલ ઍવૉર્ડ પણ મળ્યો.

અનિલ-માધુરી

અનિલ-માધુરી

અનિલ અને માધુરી દીક્ષિતની જોડી બૉક્સ ઑફિસ ખૂબ હિટ થઈ હતી.

સ્લમડૉગ મિલેનિયર

સ્લમડૉગ મિલેનિયર

અનિલ સોથી વધુ હિન્દી ફિલ્મો કરી ચુક્યાં છે અને ઑસ્કાર વિજેતા સ્લમડૉગ મિલેનિયરમાં પણ એક મુખ્ય ભૂમિકા ભજવી ચુક્યાં છે.

નાના પડદે ધમાલ

નાના પડદે ધમાલ

આ વર્ષે અનિલ કપૂરે પહેલી વાર જાસૂસી શો 24 દ્વારા ટેલીવિઝનની દુનિયામાં પગ મૂક્યો અને ધમાલ મચાવી.

બીજો ભાગ

બીજો ભાગ

અનિલ કપૂર 24નો બીજો ભાગ પણ લઈને આવી રહ્યાં છે.

English summary
Mr India' Anil Kapoor turns 57, is an Indian actor and producer who has appeared in many Bollywood films and more recently international films. At presetn Anil Kapoor produce 24 Television show also.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X