For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણીએ ચેન્નાઇમાં એ આર રહેમાનની મ્યુઝિક કોલેજનું ઉદઘાટન કર્યું

|
Google Oneindia Gujarati News

ચેન્નાઇ, 10 ઓગસ્ટ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ ચેન્નાઇમાં શુક્રવારે ઑસ્કાર વિજેતા ભારતીય સંગીતકાર એ આર રહેમાનની મ્યુઝિક કોલેજનું ઉદઘાટન કર્યું હતું. મુકેશ અંબાણીએ પોતાની પત્ની નીતા અંબાણી સાથે મળીને ઇદના અવસરે કે એમ સ્કૂલ ઓફ મ્યુઝિક એન્ડ ટેક્નોલોજીનું ઉદઘાટન કર્યું હતું.

આ પ્રસંગે એ આર રહેમાને જણાવ્યું કે 'અમે કે એમ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ટેકનોલોજી શરૂ કરી રહ્યા છીએ. હું મુખ્ય અતિથિ તરીકેનું આમંત્રણ સ્વીકારવા બદલ મુકેશ અંબાણીનો આભારી છું.' રહેમાને કે એમ સંગીત સંરક્ષણ સંસ્થાની નજીકમાં 27,000 વર્ગ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા કોલેજ પરિસરમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે એક ઓર્કેસ્ટ્રા સ્કૂલની વ્યવસ્થા પણ કરી છે. કોલેજમાં ડ્રમ્સ, પિયાનો અના તાર વાદ્યો માટે જુદા જુદા રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવવામાં આવ્યા છે.

રહેમાને ઉદઘાટન સમારોહમાં જણાવ્યું કે આ સંસ્થાની સ્થાપનાનો હેતુ સંગીતને સિનેમા અને મનોરંજનના માધ્યમમા રૂપમાં નહીં પરંતુ કલાના રૂપમાં વિસ્તાર કરવાનો છે. સમારોહના મુખ્ય અતિથિ મુકેશ અને નીતા અંબાણીના સ્વાગતમાં કે એમ સંગીત સંરક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓએ સૂફી સંગીત રજૂ કર્યું હતું. લંડનની મિડલસેક્સ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત સંગીત સંસ્થામાં વિદ્યાર્થીઓ માટે ફુલ ટાઇમ અને પાર્ટ ટાઇમ પાઠ્યક્રમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

મ્યુઝિક કોલેજનું ઉદઘાટન

મ્યુઝિક કોલેજનું ઉદઘાટન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ ચેન્નાઇમાં શુક્રવારે ઑસ્કાર વિજેતા ભારતીય સંગીતકાર એ આર રહેમાનની મ્યુઝિક કોલેજનું ઉદઘાટન કર્યું હતું.

નીતા અંબાણી પણ હાજર

નીતા અંબાણી પણ હાજર


મુકેશ અંબાણીએ પોતાની પત્ની નીતા અંબાણી સાથે મળીને ઇદના અવસરે કે એમ સ્કૂલ ઓફ મ્યુઝિક એન્ડ ટેક્નોલોજીનું ઉદઘાટન કર્યું હતું.

રહેમાને માન્યો આભાર

રહેમાને માન્યો આભાર

આ પ્રસંગે એ આર રહેમાને જણાવ્યું કે 'અમે કે એમ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ટેકનોલોજી શરૂ કરી રહ્યા છીએ. હું મુખ્ય અતિથિ તરીકેનું આમંત્રણ સ્વીકારવા બદલ મુકેશ અંબાણીનો આભારી છું.'

વિશેષ સુવિધાઓ

વિશેષ સુવિધાઓ

રહેમાને કે એમ સંગીત સંરક્ષણ સંસ્થાની નજીકમાં 27,000 વર્ગ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા કોલેજ પરિસરમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે એક ઓર્કેસ્ટ્રા સ્કૂલની વ્યવસ્થા પણ કરી છે.

અલગ સ્ટુડિયો

અલગ સ્ટુડિયો

કોલેજમાં ડ્રમ્સ, પિયાનો અના તાર વાદ્યો માટે જુદા જુદા રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવવામાં આવ્યા છે.

કોલેજ સ્થાપનાનો ઉદ્દેશ્ય

કોલેજ સ્થાપનાનો ઉદ્દેશ્ય

રહેમાને ઉદઘાટન સમારોહમાં જણાવ્યું કે આ સંસ્થાની સ્થાપનાનો હેતુ સંગીતને સિનેમા અને મનોરંજનના માધ્યમમા રૂપમાં નહીં પરંતુ કલાના રૂપમાં વિસ્તાર કરવાનો છે.

સૂફી સંગીતની રજૂઆત

સૂફી સંગીતની રજૂઆત

સમારોહના મુખ્ય અતિથિ મુકેશ અને નીતા અંબાણીના સ્વાગતમાં કે એમ સંગીત સંરક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓએ સૂફી સંગીત રજૂ કર્યું હતું.

ખાસ કોર્સ

ખાસ કોર્સ

લંડનની મિડલસેક્સ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત સંગીત સંસ્થામાં વિદ્યાર્થીઓ માટે ફુલ ટાઇમ અને પાર્ટ ટાઇમ પાઠ્યક્રમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

English summary
Mukesh Ambani inaugurates A R Rahman's Music College in Chennai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X