For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ કોર્ટે રિયા અને શોવિક ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી ફરીથી લંબાવી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્ઝ એંગલ મામલે ન્યાયિક કસ્ટડી રહેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીને મુંબઈ કોર્ટમાંથી રાહત મળી નથી.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્ઝ એંગલ મામલે ન્યાયિક કસ્ટડીમાં રહેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીને મુંબઈ કોર્ટમાંથી રાહત મળી નથી. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી સહિત અન્ય આરોપીઓને ડ્રગ્ઝ રેકેટ ચલાવવાના આરોપમાં જેલમાં બંધ છે. આજે બધા આરોપીઓની કસ્ટડી ખતમ થઈ રહી હતી પરંતુ તેમની ન્યાયિક કસ્ટડી મુંબઈની એક વિશેષ કોર્ટે 20 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે.

rhea

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્ઝ એંગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સહિત એનસીબીએ 17 લોકોની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેમની ન્યાયિક કસ્ટડીને લંબાવીને 22 સપ્ટેમ્બર કરી દેવામાં આવી હતી. 8 સપ્ટેમ્બરે ધરપકડ કરાયા બાદ રિયા સહિત 18 લોકોને અત્યાર સુધી ત્રણ વાર ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી ચૂકી છે. આ પહેલા 6 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જેને આજે લંબાવીને 20 ઓક્ટોબર કરી દેવામાં આવ્યુ છે.

જો કે આ દરમિયાન રિયા અને તેના ભાઈ શોવિકે જામીન માટે બૉમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે અત્યારે પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો છે. ગયા સોમવારે કોગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રિયાનો બચાવ કરીને તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. અધીર રંજને ટ્વિટ કરીને કહ્યુ, 'હવે ભાજપની પ્રચાર મશીનરી એઈમ્સની ફૉરેન્સિક ટીમ પર આરોપ લગાવી શકે છે જેણે પહેલા કહ્યુ હતુ કે રિયાએ જ સુશાંત સિંહ રાજપૂતને મારવાની કોશિશ કરી છે.' તેમના મુજબ સુશાંતના મોતથી બધા દુઃખી છે પરંતુ એક નિર્દોષ મહિલાને હેરાન ન કરી શકાય. માટે હવે રિયાને વધુ હેરાન કરવાના બદલે તેને મુક્ત કરવામાં આવે કારણકે તે રાજકીય ષડયંત્રનો શિકાર બની છે.

થિયેટર-મલ્ટીપ્લેક્સ માટે કેન્દ્ર સરકારે જારી કરી SOP, કોરોના પર 1 મિનિટની ફિલ્મ જરૂરીથિયેટર-મલ્ટીપ્લેક્સ માટે કેન્દ્ર સરકારે જારી કરી SOP, કોરોના પર 1 મિનિટની ફિલ્મ જરૂરી

English summary
Mumbai court extends judicial remand of Rhea Chakraborty and Showik Chakraborty till 20 October.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X