કંગના-રંગોલીને મુંબઈ કોર્ટમાંથી સમન, આદિત્ય પંચોલીએ લગાવ્યો હતો માનહાનિનો આરોપ
મુંબઈ કોર્ટે મંગળવારે કંગના રનોત અને તેની બહેન રંગાલી ચંદેલને સમન પાઠવ્યા છે. આ સમન વર્ષ 2017માં અભિનેતા આદિત્ય પંચોલી દ્વારા ફાઈલ કરાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં આપવામાં આવ્યા.
મુંબઈ કોર્ટે મંગળવારે કંગના રનોત અને તેની બહેન રંગાલી ચંદેલને સમન પાઠવ્યા છે. આ સમન વર્ષ 2017માં અભિનેતા આદિત્ય પંચોલી દ્વારા ફાઈલ કરાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં આપવામાં આવ્યા. કેસની આગામી સુનાવણી 26 જુલાઈના રોજ થવાની છે.

કંગનાએ આદિત્ય પર લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ
કંગના પહેલા જ આદિત્ય પંચોલી દ્વારા શોષિત થવાની વાત ઘણી વાર ટીવી અને સોશિયલ મીડિયા પર કહી ચૂકી છે. તેણે કહ્યુ હતુ કે જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી તો પંચોલીએ તેનુ યૌન શોષણ કર્યુ હતુ. કંગનાએ ત્યારે એ પણ કહ્યુ હતુ કે પંચોલીએ તેને લગભગ ઘરમાં કેદ કરીને રાખી હતી. આનાથી બચવા માટે તેણે પહેલા માળેથી કૂદવુ પડ્યુ હતુ. વળી, પંચોલીએ આ બધા માટે કંગના સામે માનહાનિનો કેસ ફાઈલ કરાવ્યો હતો.

10 વર્ષ જૂનો છે કંગના અને આદિત્યનો વિવાદ
ઉલ્લેખનીય છે કે કંગના અને આદિત્ય પંચોલીના 10 વર્ષ જૂના વિવાદને કંગનાની બહેન રંગોલી બધા સામે લઈને આવી છે. તેણે વર્સોવા પોલિસ સ્ટેશનમાં પંચોલી સામે ફરિયાદ કરાવી છે. રંગોલીએ પોતાની ફરિયાદમાં લખાવ્યુ છે કે 10 વર્ષ પહેલા પંચોલીએ કંગનાને અપશબ્દો કહ્યા હતા અને તેનુ યૌન શોષણ કર્યુ હતુ.

સ્ટાર્સ સાથે ઘણી વાર ઉલઝી છે કંગના અને રંગોલી
કંગના રનોત અને તેની બહેન રંગોલી ચંદેલનો બોલિવુડની હસ્તીઓ સાથે વિવાદ કોઈનાથી છૂપો નથી. ક્યારેક કોઈ કંગનાના નિશાન પર આવે છે તો કોઈ રંગોલીના. રંગોલી કરણ જોહરને ઘણી વાર નિશાન બનાવી ચૂકી છે. હાલમાં જ રંગોલીએ એક ટ્વીટમાં લખ્યુ હતુ કે - કરણ જોહર એ આર્ટિસ્ટની કમાણીનો મોટો હિસ્સો લે છે જેને તેણે લૉન્ચ કર્યા છે. આ ઉપરાંત તે એ પણ જણાવે છે કે તેણે શું પહેરવુ જોઈએ અને કોની સાથે સૂવુ જોઈએ.












Click it and Unblock the Notifications
