Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Mumbai Cruise Drugs Party : આર્યન ખાનની ધરપકડ, 3 લોકોના થશે મેડિકલ ટેસ્ટ

4 કલાકની પૂછપરછ બાદ રવિવારના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર છે.

Mumbai Cruise Drugs Party : શનિવારની રાત્રે મુંબઈના એક બીચ પર કથિત રેવ પાર્ટીમાં NCBએ કરેલી રેડ દરમિયાન 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નૂપુર સારિકા, ઇસ્મીત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બીજી તરફ 4 કલાકની પૂછપરછ બાદ રવિવારના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર છે. હવે ટીમ તેને અને તેના બે સાથીઓને NCB ઓફિસથી JJ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લઈ ગઈ છે.

આર્યન ખાન

NCB ને મુંબઈ કિનારે એક ક્રૂઝ પર યોજાયેલી હાઈ પ્રોફાઈલ ડ્રગ્સ પાર્ટીની ગુપ્ત માહિતી મળી હતી, જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓ શામેલ હોવાના અહેવાલ છે. આવી સ્થિતિમાં જ્યારે NCB ની ટીમ ત્યાં પહોંચી અને રેડ કરી ત્યારે શાહરૂખ ખાનના પુત્ર સહિત આઠ લોકો પકડાયા હતા, જેમાંથી ત્રણને NCB દ્વારા મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ ત્રણ લોકોના નામ આર્યન ખાન, અરબાઝ શેઠ મર્ચન્ટ અને મુનમુન ધામેચા છે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કેસમાં આર્યન સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામિચાની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ પાર્ટી કેસમાં 2 છોકરીઓ સહિત 5 લોકો હજૂ પણ NCB ની કસ્ટડીમાં છે. તમામ પૂછપરછ ચાલુ છે. NCB દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રેવ પાર્ટીનું આયોજન મુંબઈ નજીક 'Cordelia the Impress' ક્રૂઝ પર કરવામાં આવી રહ્યું હતું. જે સમયે NCB ની ટીમે રેડ કરી હતી, તે સમય દરમિયાન તે પાર્ટીમાં 600 લોકો શામેલ થયા હતા.

આ સાથે જ સમગ્ર કાર્યવાહી અંગે NCBના વડા એસ. એન. પ્રધાને કહ્યું કે, આ લોકો પાસેથી જે ઇનપુટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે, તેને ઇનપુટ તરીકે ગણી શકાય અને કેટલાક દિવસો સુધી કાર્યવાહી થવી જોઈએ. આ નેટવર્કમાં જે પણ જોવા મળશે, તેમની સામે પગલાં લેવામાં આવશે, પછી ભલેને ગમે તેવી હસ્તી કેમ ન હોય.

NCB તપાસ હેઠળ મુંબઈ ક્રૂઝ પાર્ટી આયોજકો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની તપાસ હેઠળ શનિવારના રોજ NCB દ્વારા રેડ કરવામાં આવેલા કોર્ડેલિયા ક્રુઝના રાણી જહાજના માલિકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. વિદેશી નાગરિકો સહિત વિવિધ ઇવેન્ટ આયોજકો પણ તપાસના દાયરામાં છે.

મુંબઈ ક્રૂઝ શિપ પર રેવ પાર્ટીમાં 8 લોકોની ધરપકડ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શનિવારના રોજ રાત્રે મુંબઈના દરિયાકિનારે ક્રુઝ શિપ પર રેવ પાર્ટી પર રેડ કરવામાં આવી હતી. જેમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. NCBના અધિકારીઓએ રેડ દરમિયાન વિવિધ ગેરકાયદેસર દવાઓ જેમ કે કોકેન, ચરસ અને MDMA જપ્ત કર્યા છે. NCB દ્વારા અટકાયત કરાયેલા લોકોને રવિવારના રોજ મુંબઈ પરત લાવવામાં આવશે.

NCB એ જણાવ્યું છે કે, મુંબઈના દરિયા કિનારે ક્રુઝ પર રેવ પાર્ટીના આયોજકોને સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને આજે રાત્રે 11 વાગ્યે NCB સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. શનિવારના રોજ પાર્ટી પર રેડ કર્યા બાદ 3 મહિલાઓ સહિત કુલ 13 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X