મહિને આવી રીતે લાખો રૂપિયા કમાય છે મુનવ્વર ફારૂકી, કુલ આટલી સંપતિનો છે માલિક
વિવાદીત કોમેડિયન અને બિગ બોલ વિનર મુનવ્વર ફારૂકીની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. હુક્કાબામાં પકડાયેલો કોમેડિયન ફારૂકી મહિને લાખો રૂપિયા કમાય છે.
અટકાયત કરવામાં આવેલા લોકોમાં ફારુકી ઉપરાંત 13 અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ મુંબઈ પોલીસના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે તેને બાદમાં છોડી દેવાયો.

પોલીસ અનુસાર, મુંબઈના કિલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હુક્કા પાર્લર ચલાવવામાં આવી રહ્યું હતું અને મંગળવારે દરોડા દરમિયાન 4,400 રોકડા અને 13,500ની કિંમતના નવ હુક્કાના પોટ જપ્ત કરવામાં આવ્યા.
સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારુકી રિયાલિટી ટીવી શોમાં પ્રવેશતા પહેલા જ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય નામ છે. તેના રિયાલિટી શોના પ્રદર્શનથી વધુ લોકપ્રિયતા મળી છે. મુનવ્વરે બે રિયાલિટી શોમાં ભાગ લીધો હતો અને બંને શોનું ટાઇટલ જીત્યું છે.
મુનવ્વર ફારુકીની નેટ વર્થ
મુનવ્વર ફારુકીએ 2023 સુધીમાં લગભગ 8 કરોડની નેટવર્થ મેળવી લીધી હોવાનું માનવામાં આવે છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત સ્ટેન્ડ-અપ શોમાંથી આવે છે, જેમાં પ્રત્યેકલ શોના 3 થી 4 લાખ લે છે.
આ સિવાય તે પ્રત્યેક પ્રાયોજિત ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 15 લાખથી વધુ કમાણી કરે છે અને યુટ્યુબમાંથી તેને માસિક 8 લાખથી વધુ મળે છે. બિગ બોસ 17 જેવા રિયાલિટી શોમાં ફારુકીની ભાગીદારી અને સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ પસંદગીઓએ તેની વધતી સંપત્તિમાં વધુ ઉમેરો કર્યો છે.
ફારુકી પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટ માટે ઘણી બ્રાન્ડ્સ સાથે સંકળાયેલા છે, જે તેમની કુલ આવકમાં વધારો કરે છે. આ રિપોર્ટ અનુસાર તેની પાસે KTM RC200 મોટરસાઇકલ છે.
અહેવાલ મુજબ, તેના લક્ઝરી કાર કલેક્શનમાં મહિન્દ્રા સ્કોર્પિયો, એમજી હેક્ટર અને ટોયોટા ફોર્ચ્યુનરનો સમાવેશ થાય છે.
32 વર્ષીય ફારૂકીને બિગ બોસ 17ના વિજેતા બનવા માટે એક કાર અને ₹50 લાખનું રોકડ ઇનામ મળ્યું હતું. અહેવાલ મુજબ, મુનવ્વરે બિગ બોસ 17માં ભાગ લેવા માટે દર અઠવાડિયે 7 લાખથી 8 લાખ રૂપિયાની કમાણી કરી હતી. તેના 12 અઠવાડિયાના કાર્યકાળમાં શોમાંથી તેની કુલ કમાણી 84 લાખથી 96 લાખ આસપાસ હતી. અહીંથી ઈનામી રકમ સહિત તેની કુલ કમાણી 1.34 કરોડથી 1.46 કરોડ હતી.
કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવેલ લોક અપપર તેની જીતના ભાગ રૂપે મુનવ્વરને લોક અપ ટ્રોફી, 20 લાખનું રોકડ ઇનામ, એક કાર અને ઇટાલીની સફરનો તમામ ખર્ચ મળ્યો હતો. લોકઅપ માટેની તેમની સાપ્તાહિક ફી 3 લાખથી રૂ. 3.5 લાખની રેન્જમાં હતી, પરિણામે સાત અઠવાડિયામાં કુલ 41 લાખથી 44.5 લાખ આસપાસ કમાણી કરી હતી. લોકઅપમાંથી તેમની કુલ કમાણી 61 લાખથી 64.5 લાખ રૂપિયા હતી.
28 જાન્યુઆરી 1992ના રોજ ગુજરાતના જૂનાગઢમાં જન્મેલા મુનવ્વરને શરૂઆતથી જ સંઘર્ષનો સામનો કરવો પડ્યો. 2002ના ગુજરાત રમખાણોના ઉથલપાથલ બાદ તેમનો પરિવાર મુંબઈ ગયો. જ્યારે તે 13 વર્ષનો હતો ત્યારે દુર્ઘટનાને કારણે તેની માતાનું અવસાન થયું. અનેક સમસ્યાઓ સાથે સંઘર્ષ કર્યા બાદ આજે મુનાવર ફારુકીએ પોતાનું નામ અને ઓળખ બનાવી છે. આ સાથે તેણે કરોડોની સંપત્તિ પણ મેળવી કરી છે.












Click it and Unblock the Notifications
