Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એકથી વધુ શારીરિક સંબંધોમાં કંઈ ખોટું નથી : મહેશ ભટ્ટ

મુંબઈ, 10 જાન્યુઆરી : એક બાજુ સમગ્ર દેશ દિલ્હી ગૅંગ રેપ પીડિતા માટે ન્યાય ઝંખે છે અને સમાજના પુરોધાઓ રેપ તેમજ છેડછાડ માટે ફિલ્મોને દોષી ઠેરવી રહ્યાં છે, તો બીજી બાજુ લેખક, નિર્માતા, દિગ્દર્શક મહેશ ભટ્ટ જુદો જ રાગ આલાપે છે. આ જનાબે ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જનાબે જણાવ્યું છે કે તે સમય જુદો હતો કે જ્યારે એક જ વ્યક્તિ સાથે સેક્સ રિલેશન રહેતા હતાં, પરંતુ આજે સમય બદલાઈ ચુક્યો છે. લોકો મલ્ટી પાર્ટનર સ્વીકારી રહ્યાં છે અને તેમના દૃષ્ટિકોણ મુજબ આમાં ખોટું પણ નથી. પુરુષ હોય કે સ્ત્રી, સૌને આ અંગેની છુટછાટ હોવી જોઇએ.

Mahesh Bhatt

અંગત જીવનમાં ચાર વાર લગ્ન કરનાર અને અનેક વાર જાતિય શોષણના આરોપોનો સામનો કરનાર મહેશ ભટ્ટે પોતાની આવનાર ફિલ્મ મર્ડર 3ના સંદર્ભે આ વાત કહી. તેમણે જણાવ્યું કે મર્ડર 2 મલ્ટી પાર્ટનરની હિમાયત કરે છે. તેમાં રણદીપ હુડાએ બહેતરીન કામ કર્યું છે. મહેશ ભટ્ટે આશા સેવી છે કે ફિલ્મ મર્ડરનો આ ભાગ છેલ્લા બે ભાગની જેમ જ મેગા હિટ થશે. મહેશ ભટ્ટે જણાવ્યું કે ફિલ્મો તો તે જ બતાવે છે કે જે સમાજમાં બનતું હોય. આજે સમાજમાં લોકો એક કરતાં વધુ સેક્સ પાર્ટનર ધરાવે છે, તેથી તેમણે આ વિષય ઉપર ફિલ્મ બનાવી છે.

આ અગાઉ પણ મહેશ ભટ્ટે જણાવ્યુ હતું કે ભારતીય લોકો સેક્સ જોવા માટે લાલાયિત રહે છે. એટલે જ તો મર્ડર અને જિસ્મ જેવી ફિલ્મો બૉક્સ ઑફિસે હિટ થાય છે. તેમણે જણાવ્યું હતું કે ભારતના દર્શકોને ફિલ્મોમાં જો સેક્સ બતાવાય, તો તેઓ વધુ સંતુષ્ટ થાય છે, પરંતુ તેઓ એમ જાહેરમાં કહેતા નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X