વ્યૂઅર્સ રિવ્યૂ : મર્ડર સિરીઝનું મર્ડર કરતી મર્ડર 3

મર્ડર 3ની શરુઆત થઈ ફરી એક બારમાં બેસી દારૂ પીતા વિક્રમ (રણદીપ હુડા)થી. તે બારની વેટરેસ નિશા (સારા લૉરેન) નશામાં ધુત વિક્રમની મદદ કરે છે અને તેને પોતાના ઘરે લઈ આવે છે. સવારે ઉઠતાં જ વિક્રમ વગર કંઈ કહ્યે નિશાના ઘરેથી નિકળી જાય છે. પોતાના મિત્રને મળી તે કહે છે કે તેને એટલું કામ જોઇએ કે તે પોતાની જાતને પણ ભુલી જાય. તેનો મિત્ર કહે છે કે તે સૌપ્રથમ પોતાની જૂની યાદો નાબૂદ કરે અને પછી આગળ વધે. વિક્રમ પોતાના જૂના પ્રેમ રોશની (અદિતી)ની યાદોમાંથી છુટકારો પામવા નિશાનો સહારો લે છે.
એક દિવસ શહેરથી દૂર અને વેરાન સ્થળે આવેલ વિક્રમના ઘરે નિશાને સીબીઆઈ ઑફિસર મળે છે કે જે રોશનની શોધમાં છે. નિશા રોશની અંગે કંઈ નથી જાણતી. વિક્રમને તે પૂછે છે, તો વિક્રમ તેને બતાવે છે કે રોશની તેને છોડી ચાલી ગઈ છે અને હવે તેના જીવનમાં માત્ર નશો છે.
બીજીબાજુ નિશાના ઘરના બાથરૂમમાંથી વિચિત્ર અવાજો આવે છે અને તેને લાગે છે કે ઘરમાં ભૂત છે. આ તમામ ગૂંચવણોથી ઘેરાયેલી વાર્તા વચ્ચે અનેક વાર દર્શકો પોતાને ખોવાયેલા અનુભવે છે. વાર્તા સારી છે, પણ મર્ડર સિરીઝના લેવલની નથી લાગતી. લાગે છે કે મર્ડર સિરીઝનું મર્ડર જ થઈ ગયું હોય મર્ડર 3માં. રણદીપે બહેતરીન એક્ટિંગ કરી, પણ છતાંય ઇમરાનની ખોટ અનુભવાઈ. સારા અને અદિતી પોતાનો સૌંદર્ય વટાવતાં નજરે પડ્યાં. આખી ફિલ્મમાં દર્પણનો મહત્વનો રોલ છે.












Click it and Unblock the Notifications
