For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ‘હા, વલ્ગર છે નશા, પણ છે શાનદાર!’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 જૂન : પૂનમ પાન્ડેની બહુચર્ચિત ફિલ્મ નશાનું ફર્સ્ટ ટ્રેલર લૉન્ચ કરી દેવાયું છે અને આ અંગે મીડિયાને પણ માહિતી આપી દેવામાં આવી છે. જેમ કે અગાઉથી જ ચર્ચા હતી કે નશા એડલ્ટ ફિલ્મ છે, તેથી તેમાંબોલ્ડ અને ઇંટીમેટ સીન્સની ભરમાર હશે. એવું જ થયું પણ છે.

પૂનમની આ પ્રથમ બૉલીવુડ ફિલ્મના ટ્રેલરમાં જ પૂનમ પાન્ડેના ન્યુડ, ટૉપલેસ તથા ઇંટીમેટ સીન્સને પ્રાધાન્યતા સાથે દર્શાવાયું છે. દર્શકો આ ટ્રેલર જોઈ કંઇક નક્કી કરે, તે અગાઉ જ ટ્વિટર ક્વીન પૂનમ પાન્ડેએ પોતે જ ટ્વિટ કરી નાંખ્યું અને જણાવ્યું - હા, મારી ફિલ્મ નશા ખૂબ વલ્ગર છે, પણ વિશ્વાસ કરો કે તે ખૂબ જશાનદાર છે કે જેને આપ જરૂર માણશો. ફિલ્મના ફર્સ્ટ લુક તથા ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે પૂનમ પાન્ડે, અમિત સક્સેના તથા મુકેશ ભટ્ટ વિગેરે પણ હાજર રહ્યા હતાં.

આવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ પૂનમ પાન્ડે અને તેમની ફિલ્મ નશા અંગે વધુ વિગતો.

ફર્સ્ટ લુક-ટ્રેલર લૉન્ચ

ફર્સ્ટ લુક-ટ્રેલર લૉન્ચ

પૂનમ પાન્ડેની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા ફિલ્મનો ફર્સ્ટ લુક અને ટ્રેલર ગઈકાલે લૉન્ચ થયાં. આ પ્રસંગે પૂનમ પાન્ડે ઉપરાંત ફિલ્મના દિગ્દર્શક અમિત સક્સેના અને ફિલ્મકાર મુકેશ ભટ્ટ પણ હાજર રહ્યા હતાં.

ખૂબ આનંદ થયો

ખૂબ આનંદ થયો

પૂનમ પાન્ડેએ ફિલ્મ અંગે જણાવ્યું કે ફિલ્મ એક 18 વર્ષના છોકરા અને 25 વર્ષની છોકરીની પ્રણય-કથા છે. મને આ રોલ ભજવતાં ખૂબ જ આનંદ અનુભવાયો.

જોઇએ મોટા સાથે શું થાય છે

જોઇએ મોટા સાથે શું થાય છે

જ્યારે પૂનમ પાન્ડેને પૂછવામાં આવ્યું કે નશામાં આપે પોતાના કરતા નાની વયના હીરો સાથે કામ કર્યું, તો તેઓ પોતાના કરતાં મોટી વયના હીરો સાથે કામ કરશે? પૂનમે જણાવ્યું કે નાના સાથે કામ કરી તો આનંદ થયો. જોઇએ મોટા સાથે કરી થાય છે કે નહિં.

આવતા મહીને છવાશે નશા

આવતા મહીને છવાશે નશા

પૂનમ પાન્ડેની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ નશા આગામી 26મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે અને તે અંગે પૂનમ પાન્ડે ખૂબ જ ઉત્સાહિત છે.

અમિત સક્સેના દિગ્દર્શક

અમિત સક્સેના દિગ્દર્શક

નશા ફિલ્મના દિગ્દર્શક અમિત સક્સેના છે કે જેઓ અગાઉ જિસ્મ 2માં પોર્ન સ્ટાર સન્ની લિયોનને દિગ્દર્શિત કરી ચુક્યાં છે.

ટ્વિટર પર ખુલાસો

ટ્વિટર પર ખુલાસો

પૂનમ પાન્ડે પોતાની ફિલ્મ અંગેની રજેરજની માહિતી ટ્વિટર ઉપર પિરસતાં રહ્યાં છે. જોઇએ હવે આ નશા જોઈ લોકોના કેવા હાલ થાય છે.

હા, વલ્ગર છે નશા

હા, વલ્ગર છે નશા

પૂનમ પાન્ડેએ પોતે જ ટ્વિટ કરી જણાવ્યું - હા, મારી ફિલ્મ નશા ખૂબ વલ્ગર છે, પણ વિશ્વાસ કરો કે તે ખૂબ જશાનદાર છે કે જેને આપ જરૂર માણશો.

English summary
My Film Nasha is very Vulgar but entertaining said Poonam Panday My Film Nasha is very Vulgar but entertaining said Poonam Panday on Twitter after Trailer launch. Directed by Jism director Amit Saxena, Nasha tells the story of an 18-year-old boy who falls madly in love with a 25-year-old woman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X