For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૉલીવુડ સમકક્ષ ફિલ્મો બનાવવા માંગે છે વિશેષ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 સપ્ટેમ્બર : પિતા મુકેશ ભટ્ટ તથા કાકા મહેશ ભટ્ટની કમ્પની વિશેષ ફિલ્મ્સની તમામ જવાબદારીઓ સંભાળતાં ફિલ્મકાર વિશેષ ભટ્ટનું લક્ષ્ય હૉલીવુડ સમકક્ષ ફિલ્મો બનાવવાનું છે.

visheshbhatt

વિશેષે એક નિવેદનમાં જણાવ્યું - હું વિશાળ સંરચનાને જોડી ફિલ્મ નિર્માણમાં પરિવર્તન કરવા જઈ રહ્યો છું કે જેથી મારી ફિલ્મો માત્ર આંતરરાષ્ટ્રીય ફિલ્મોનો સહકાર જ ન કરે, પણ હૉલીવુડ સમકક્ષ પણ થઈ જાય. વિશેષ ભટ્ટ અભિનેતા રણદીપ હુડા તથા અદિતી રાવ હૈદરી તેમજ સારા લૉરેન અભિનીત મર્ડર 3 ફિલ્મનું દિગ્દર્શન કરી ચુક્યાં છે.

જિસ્મ, રાઝ તથા આશિકી 2 જેવી સફળ ફિલ્મો આપી ચુકેલા વિશેષ ફિલ્મ્સ બૅનર ફિલ્મોદ્યોગમાં સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક, સફળતમ ફિલ્મો તથા સદાબહાર ગીતો આપવા માટે જાણીતું છે. એક નિવેદનમાં જણાવાયું કે વિશેષ ફિલ્મ્સ પ્રોડક્શનની તમામ ફિલ્મો પ્રતિષ્ઠિત નિર્માણ તથા દિગ્દર્શન દ્વારા રોકાણમાંથી ફાયદો કમાવવા માટે જાણીતી છે.

English summary
Filmmaker Vishesh Bhatt, who has decided to take on full responsibility of his father Mukesh Bhatt and uncle Mahesh Bhatt's company Vishesh Films, aims to make films at par with Hollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X