મારો અને નસીરુદ્દીનનો સંબધ સંભોગથી સન્યાસ સુધીનો છે-રત્ના પાઠક
પ્રખ્યાત ટીવી-બોલીવુડ અભિનેત્રી રત્ના પાઠક શાહ ટૂંક સમયમાં જ પરેશ રાવલ, રાજકુમાર રાવ અને કૃતિ સેનન સાથે ફિલ્મ 'હમ દો હમારે દો'માં સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મમાં તે દત્તક માતાની ભૂમિકામાં છે.
નવી દિલ્હી, 26 ઓક્ટોબર : પ્રખ્યાત ટીવી-બોલીવુડ અભિનેત્રી રત્ના પાઠક શાહ ટૂંક સમયમાં જ પરેશ રાવલ, રાજકુમાર રાવ અને કૃતિ સેનન સાથે ફિલ્મ 'હમ દો હમારે દો'માં સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મમાં તે દત્તક માતાની ભૂમિકામાં છે. તાજેતરમાં ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા રત્નાએ આ ફિલ્મ અને તેના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો વિશે વાત કરી, જેમાં તેને તેના અને તેના પતિ નસીરુદ્દીન શાહના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી.

સંબંધ મિત્રતાથી શરૂ થયો
આજે નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠકના સંબંધોને 39 વર્ષ થઈ ગયા છે. રત્નાએ કહ્યું કે હું માની નથી શકતી કે આટલો સમય વીતી ગયો છે, આજે પણ અમારી વચ્ચે વાતચીતનો અંત નથી આવતો. અમારો સંબંધ મિત્રતાથી શરૂ થયો હતો અને મને એ કહેતા આનંદ થાય છે કે તે મિત્રતા આજે પણ અમારી વચ્ચે ચાલુ છે. તેને કહ્યું કે કોઈપણ સંબંધ માટે એ ખૂબ જ જરૂરી છે કે આપણે એકબીજાને આપણે જેવા છીએ તેવા સ્વીકારીએ. અમે પણ એવું જ કર્યું, આ અમારા સુંદર બંધનનું રહસ્ય છે.

નસીરુદ્દીન સાથે મારો સંબંધ સંભોગથી સમાધિ સુધીનો
રત્નાએ કહ્યું કે અમારી પહેલી મુલાકાત એક નાટક દરમિયાન થઈ હતી, તે નાટકનું નામ હતું 'સંભોગ થી સન્યાસ તક', તેને હસીને કહ્યું કે 'અમારો સંબંધ પણ 'સંભોગ થી સન્યાસ' સુધીનો છે, બસ હવે અમારે સંન્યાસ લેવાનો બાકી છે.

નસીરુદ્દીન શાહને મહેનતુ ગણાવ્યા
રત્નાએ નસીરુદ્દીન શાહને ખૂબ જ મહેનતુ ગણાવ્યા, તેમને કહ્યું કે, તેમની આ વાત જ તેમને આજે આ જગ્યા પર લઈ ગઈ છે. તેમનું સમર્પણ અને મહેનત આજે પણ મને ખૂબ પ્રભાવિત કરે છે પરંતુ હું તેમની સરખામણીમાં ખૂબ જ આળસુ છું.

રત્ના પાઠક નસીરુદ્દીન શાહની બીજી પત્ની છે
તમને જણાવી દઈએ કે રત્ના પાઠક શાહ નસીરુદ્દીન શાહની બીજી પત્ની છે. નસીરુદ્દીન શાહની પહેલી પત્ની અભિનેત્રી મનારા સીકરી ઉર્ફે પરવીન મુરાદ હતી. તે નસીરુદ્દીન કરતા 20 વર્ષ મોટી હતી. લગ્નથી બંનેને એક પુત્રી હીબા શાહ પણ છે. પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા.

બોલિવૂડના પરફેક્ટ કપલ્સમાંથી એક
મનારા પછી નસીરુદ્દીનના જીવનમાં રત્ના પાઠકે પ્રવેશ કર્યો. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને થોડા સમય માટે બંને લીવ ઈન પાર્ટનર પણ રહ્યાં, પરંતુ બાદમાં બંનેએ લગ્ન કરી લીધા. આજે બંનેને બોલિવૂડના પરફેક્ટ કપલ્સમાંથી એક કહેવામાં આવે છે. રત્ના સાથે લગ્ન કર્યાના થોડા સમય બાદ જ નસીરુદ્દીનની પહેલી પત્નીનું અવસાન થયું, ત્યારબાદ તેની પુત્રી હીબા નસીરુદ્દીન સાથે રહેવા લાગી. લગ્નથી નસીરુદ્દીન અને રત્નાને બે પુત્રો છે.

ફિલ્મ 'હમ દો હમારે દો'
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'હમ દો હમારે દો'ના નિર્દેશક અભિષેક જૈન છે. આ ફિલ્મમાં રત્ના પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલની પત્ની બની છે. આ એક રોમેન્ટિક-કોમેડી ફેમિલી ફિલ્મ છે.












Click it and Unblock the Notifications
