Pics : કન્ડોમ બાદ હવે જીન્સવૅર રોડસ્ટર વેચવા નિકળ્યો રણવીર!

મુંબઈ, 25 એપ્રિલ : થોડાક દિવસ પહેલા સુધી રણવીર સિંહ બ્રાન્ડ એન્ડોર્સમેંટથી દૂર રહેતા હતાં, પરંતુ લાગે છે કે તેમણે એક્ટિંગ સાથે જ એડ જગતમાં પણ પોતાનો જલવો સ્થાપિત કરવાનો નિર્ણય કરી લીધો છે. એટલે જ તો ડ્યુરેક્સ કન્ડોમની જાહેરખબર બાદ રણવીર સિંહ હવે મિંત્રા.કૉમના જીન્સવૅર બ્રાન્ડ રોડસ્ટરના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં છે. કમ્પની પોતાની જાતને યુવા ભારતમાં એક ફૅશન બ્રાન્ડ તરીકે સ્થાપવા માંગે છે.

રણવીર સિંહ રામલીલા ફિલ્મ બાદ એમ પણ ટ્રેન્ડ્ઝમાં છે. દીપિકા પાદુકોણે સાથેની રામલીલા ફિલ્મ હિટ થઈ અને પછી ગુન્ડે જેવી ફિલ્મમાં પણ રણવીરના વખાણ થયાં. વધારામાં, રણવીર સિંહ દીપિકા સાથેના લવ-અફૅરના કારણે પણ બૉલીવુડમાં ખૂબ જ ચર્ચામાં છે, તો છેલ્લા કેટલાંક દિવસથી તેઓ કન્ડોમની એડ તરીકે લોકો વચ્ચે સલામત સેક્સની સલાહ આપતા દેખાઈ રહ્યાં છે. રણવીરે આ અંગે અહીં સુધી પણ જણાવ્યુ હતું કે તેઓ કન્ડોમ ખિસ્સામાં રાખીને જ ફરે છે.

હવે રણવીર સિંહ જીન્સ બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં છે. તેમણે આ માટે એક ફોટોશૂટ કરાવ્યું છે. જુઓ તસવીરો :

સમજી-વિચારીને પસંદગી

સમજી-વિચારીને પસંદગી

રણવીર સિંહે મિંત્રા.કૉમના એમ્બેસેડર બનવા અંગે જણાવ્યું - વાત જ્યારે બ્રાન્ડ એસોશિએશન્સની આવે, ત્યારે હું બહુ સમજી-વિચારીને પસંદગી કરુ છું.

બ્રાન્ડ મારા વિશે કહે...

બ્રાન્ડ મારા વિશે કહે...

રણવીર સિંહે જણાવ્યું - મારૂં માનવું છે કે હું જે પણ બ્રાન્ડ સાથે જોડાવું, તે મારા વિશે ઘણુ બધુ કહે.

રોડસ્ટર ગમી ગઈ

રોડસ્ટર ગમી ગઈ

રણવીરે જણાવ્યું - રોડસ્ટર એવી જ બ્રાન્ડ છે કે જે મને એકદમ ગમી ગઈ.

સામાજિક નિયમથી ન બંધાવો

સામાજિક નિયમથી ન બંધાવો

રણવીર સિંહ કહે છે - મને રોડસ્ટર બ્રાન્ડની આ ફિલોસૉફી પણ બહુ પસંદ છે કે કોઈ પણ સામાજિક નિયમ સાથે ન બંધાવો.

રણવીરની કન્ડોમ એડ જોવા ક્લિક કરો

રણવીરની કન્ડોમ એડ જોવા ક્લિક કરો

Video/Pics : રણવીરની કન્ડોમ એડે મચાવ્યો તહેલકો, ડોઢ લાખથી વધુ હિટ્સ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X