નાગ ચૈતન્યની સગાઈ બાદ સામંથાનો ઈમોશનલ વીડિયો વાયરલ, કહ્યુ - મે તો પૂરી કોશિશ કરી હતી પરંતુ...
Samantha Ruth Prabhu Video Viral: સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ ગઈ કાલે સગાઈ કરી લીધી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધોને જાહેર કર્યા ન હતા.
તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુથી છૂટાછેડા લીધાના ત્રણ વર્ષ પછી નાગાએ શોભિતા સાથે સગાઈ કરી લીધી છે. ગઈકાલે, નાગાર્જુને પોતે નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાની સગાઈની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં નાગાર્જુન કપલને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે.

નોંધનીય છે કે બંનેએ 8 ઓગસ્ટના રોજ સગાઈ કરી હતી. જેના કારણે સામંથા રૂથ પ્રભુના ફેન્સ નાગાને ટ્રોલ કરવા લાગ્યા છે. કારણ કે આ એ જ તારીખ છે જે દિવસે સામંથાએ નાગાને પ્રપોઝ કર્યું હતું. નાગા અને શોભિતાની સગાઈ બાદ સામંથા રૂથ પ્રભુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે સામંથા રૂથ પ્રભુ પોતાના ભૂતકાળ વિશે જણાવતી જોવા મળી રહી છે. હા, સામંથા એક ઈન્ટરવ્યુમાં કહે છે કે 'મેં જેવી છૂટાછેડાની જાહેરાત કરી કે તરત જ મારા બધા મિત્રો, સંબંધીઓ અને પરિવાર મારા વિરુદ્ધ થઈ ગયા હતા.
બધાએ મને કહ્યુ કે ઘરમાં ચૂપચાપ બેસ, તારે કોઈ આઈટમ સોંગ કરવાની જરૂર નથી. તે પણ ત્યારે, જ્યારે તે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હોય. મારી સાથે મારો એક પણ મિત્ર નહોતો જે મને પ્રોત્સાહિત કરે. મને આગળ વધવામાં મદદ કરે છે. હકીકતમાં બધાએ મને આઈટમ સોંગ કરવાની ના પાડી દીધી હતી. પછી મેં કોઈની વાત ન સાંભળી અને મેં આઈટમ સોંગ માટે હા પાડી.
સામંથા આગળ કહે છે, 'હું કંઈપણ કેમ છુપાવું. તે મારી ભૂલ ન હતી. મેં મારા લગ્નને મારું 100 ટકા આપ્યું છે. જો મારા લગ્ન કામ ન કરે તો હું મારી જાતને રોકી તો ના શકુ. ક્યાં સુધી હું પોતાને દોષિત અનુભવીશ? અને તે પણ એવા કામ માટે જે મેં કર્યું જ નથી.
તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુનો આ જૂનો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર યુઝર્સની ઘણી પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝરે કહ્યું, સામંથા, તું ખૂબ જ મજબૂત છે, જ્યારે બીજાએ કહ્યું કે તારી સુંદરતા અને તારી બહાદુરી માટે તારી પ્રશંસા થાય એટલી ઓછી છે.
"We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
