Video: નાના પાટેકરે ફેનને થપ્પડ મારવા પર હવે માંગી માફી, કારણ જણાવી કહ્યુ - મને ખબર નહોતી કે...
Nana Patekar Viral Video: બૉલિવુડ એક્ટર નાના પાટેકર એક વીડિયોના કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં વારાણસીમાં જર્ની ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમણે એક ફેનને થપ્પડ મારી દીધી હતી. જેના કારણે તે સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યા છે. હવે અભિનેતાએ એક વીડિયો જાહેર કર્યો અને સ્પષ્ટતા આપીને માફી માંગી છે.
પ્રશંસકને થપ્પડ મારવાને કારણે ટ્રોલર્સના નિશાના પર આવેલા નાના પાટેકરે માત્ર માફી માંગી એટલું જ નહીં પરંતુ એ પણ કહ્યું કે તે વ્યક્તિ ફિલ્મનો ભાગ નથી, તેને આ વાતની ગેરસમજ થઈ હતી અને તેથી જ તેણે તેને આ સીન સમજીને થપ્પડ મારી દીધી હતી. અભિનેતાએ શું કહ્યુ, આવો જાણીએ.

આ મામલે સ્પષ્ટતા આપતા નાના પાટેકરે કહ્યું, 'વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમે બાળકને માર માર્યો છે. તે અમારી સિક્વન્સનો એક ભાગ છે અને અમે ફિલ્મ માટે રિહર્સલ કરી રહ્યા હતા. એક દ્રશ્ય હતું જેમાં પાછળથી એક માણસ પૂછે છે, શું તમે જૂની ટોપી વેચવા માંગો છો? આ પછી, જ્યારે તે મારી નજીક આવે છે, ત્યારે હું તેને પકડીને ફટકારું છું અને તેને ખરાબ વર્તન ન કરવા કહું છું અને પછી તે ભાગી જાય છે.'
આ પછી નાના પાટેકરે કહ્યું કે તેણે જેને થપ્પડ મારી હતી તે ફિલ્મનો ભાગ નથી. મે અમારી ફિલ્મના સીન પ્રમાણે જ તેને થપ્પડ મારી હતી પરંતુ મને ખબર ન હતી કે તે આ ફિલ્મમાં નથી પરંતુ સામાન્ય માણસ છે. આ પછી, અમે તેને બોલાવવા જઈએ ત્યાં સુધીમાં તે ત્યાંથી ભાગી જાય છે.
નાના પાટેકરે આ મામલે ખુલાસો આપ્યા પછી માફી માંગી અને કહ્યું, 'જ્યારથી મેં આ વીડિયો જોયો ત્યારથી મને પસ્તાવો થયો. હું આ માટે માફી માંગુ છું. અમે કોઈને અમારી સાથે સેલ્ફી લેવાની મનાઈ નથી કરી. સોશિયલ મીડિયા પર આને ખોટી રીતે બતાવવામાં આવી રહ્યું છે. હું દરેકની દિલથી માફી માંગુ છું.
તમને જણાવી દઈએ કે આ પહેલા ફિલ્મ પ્રોડ્યુસર અનિલ શર્માએ પણ આ અંગે ખુલાસો કર્યો હતો. તેમણે આજતકને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, "મને હમણાં જ આ સમાચારની જાણ થઈ. મેં હમણાં જ તે વીડિયો જોયો છે. તમને જણાવી દઈએ કે નાનાએ કોઈને થપ્પડ મારી નથી. તે માત્ર એક ફિલ્મનો એક ભાગ હતો જેનું શૂટ ચાલી રહ્યું છે. તે દરમિયાન નાના પાટેકર તેમનો શૉર્ટ પૂરો કરી રહ્યા હતા."
અહીં જુઓ સંપૂર્ણ વીડિયો
The video which is circulating on social media has been misinterpreted by many. What actually happened was a misunderstanding during the rehearsal of a shot from my upcoming film 'Journey'. pic.twitter.com/UwNClACGVG
— Nana Patekar (@nanagpatekar) November 15, 2023












Click it and Unblock the Notifications
