38ની ઉંમરે Hotness એટલી કે આલિયાને શ્રદ્ધા પણ ફેલ

Written By:
Subscribe to Oneindia News

રોકસ્ટારથી જાણીતી થયેલ નરગિસ ફખરીનો 20 ઓક્ટોબરના રોજ જન્મદિવસ હતો. આ એક્ટ્રેસ 38 વર્ષીથી થવા છતા પણ એટલી હોટ અને સુંદર લાગે છે કે, તે તેની ફિટનેશને કારણે તેની ઉંમર કેટલી હશે તે કહેવું પણ મુશ્કેલ છે. આજે પણ તે એટલી જ એનર્જીથી કામ કરે છે. તેણે બોલીવૂડમાં આવ્યા બાદ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના બળે નરગિસ આજ દિવસ સુધી બોલીવૂડમાં ટકી છે. તો આ વચ્ચે તેનું નામ કેટલાક હિરો જોડે પણ લિંક અપ થયું હતું. વળી હાલમાં જ તેના પ્રેગનેન્ટ થવાની રૂમર પણ આવી હતી. તો બર્થ ડે ગર્લ નરગિસની કેટલીક રસપ્રદ અજાણી વાતો જાણો અહીં.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

નરગિસનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો અને તે સ્પેનિશ લોકોની વચ્ચે રહીને મોટી થઈ હતી. તેના પિતા મૂળ પાકિસ્તાનના હતા. જ્યારે નરગિસ માત્ર છ વર્ષની હતી ત્યારે તેના માતા પિતાના ડિવોર્સ થઈ ગયા હતા. તેથી તેને જીવનમાં નાનપણથી જ સંઘર્ષ કરવા પડ્યા હતા.

સમર કેમ્પમાં કામ

સમર કેમ્પમાં કામ

નરગિસે તેના કામની શરૂઆત સમર કેમ્પથી કરી હતી. તે માત્ર 15 વર્ષની ઉંમરે સમર કેમ્પમાં બાળકોને ભણાવાનું કામ કરતી હતી. તેના અભ્યાસ વિશે વાત કરીએ તો, નરગિસ સાઇકોલોજીની ડિગ્રી લેવા માંગતી હતી પરંતુ તે જ્યારે કોલેજના ત્રીજા વર્ષમાં પહોંચી ત્યારે તેને લાગ્યું કે તે જીવનમાં આ સિવાય પણ કશું કરી શકે છે.

નરગિસ અને બોલીવૂડ

નરગિસ અને બોલીવૂડ

બોલીવૂડમાં આવ્યા પહેલા નરગિસે કોઈ પણ બોલીવૂડ ફિલ્મ જોઈ ન હતી. તેણે રણબીર કપૂરની રોકસ્ટાર ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતા. આ ફિલ્મમાં તેની એક્ટિંગના તો વખાણ નહતા થયા પણ લોકોને સુંદરતામાં ખોવાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે બોલીવૂડ પહેલા નરગિસે અનેક મોડલીંગ કોન્ટ્રક્ટમાં કામ કર્યું છે. અને તે ભારત આવવા ઇચ્છતી હતી માટે તેણે આ ફિલ્મ સાઇન કરી હતી

ફરવાનો શોખ

ફરવાનો શોખ

નરગિસ ફખરીને ફરવાનો ખૂબ શોખ છે. તેને જ્યારે ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેણે તેમાં કામ કરવાનો બિલકુલ શોખ ન હતો. તેમ છતાં આજે તે તેના કામથી ખુબ જાણીતી અને લોકપ્રિય બની છે.

બોલીવૂડમાં ભવિષ્ય

બોલીવૂડમાં ભવિષ્ય

નરગિસને બોલીવૂડમાં આવ્યાને 6 વર્ષ થઈ ગયા છે અને તેમાં તેણે સાત ફિલ્મોમાં કામ કર્યું છે. 2016માં તે 3 ફિલ્મોમાં જોવા મળી હતી. જેમાં બેન્જો, હાઉસફુલ 3 અને અજહરનો સમાવેશ થાય છે. તે સુંદર છે, હોટ છે પરંતુ તેની ડાન્સિંગ સ્કિલ અને એક્ટિંગ વધુ ડેવલપ કરવાની જરૂર છે.

English summary
Nargis Fakhri Bold And Beautiful Pictures, Read More detail.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.