Oh Shad! ઉદયની નહીં બને નરગિસ, થઈ ગયું બ્રેક-અપ!
મુંબઈ, 23 જૂન : લ્યો, તે તમામ અફવાઓ ઉપર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે કે જેમાં કહેવાતુ હતું કે યશ ચોપરાના નાના પુત્ર ઉદય ચોપરા તેમજ સેક્સી અભિનેત્રી નરગિસ ફકરી ટુંકમાં જ પરણી જવાનાં છે. મિડ ડે મિલમાં છપાયેલા સમાચાર મુજબ છેલ્લા બે વરસથી ડેટિંગ કરતાં ઉદય-નરગિસે જુદા થવાનો નિર્ણય કર્યો છે, કારણ કે નરગિસ ફખરી હાલ લગ્ન કરવાના મૂડમાં નથી અને ઉદય તેમની પાસે લગ્ન અંગે એક કમિટમેંટ ઇચ્છતા હતાં.
નરગિસ ફખરી આજકાલ સલમાન ખાન અભિનીત કિક ફિલ્મ માટે આયટમ નંબરમાં વ્યસ્ત છે અને તેમની પાસે ફિલ્મી દુનિયાનું ઘણુ કામ પણ છે. તેથી નરગિસ પોતાનો તમામ સમય કૅરિયરને આપવા માંગે છે. એટલે જ તેમણે લગ્ન કરવાનો નન્નો ભણ્યો છે અને ઉદય લગ્ન વગરના આ સંબંધને વધુ આગળ લઈ જવાના મૂડમાં નહોતાં. તેથી ઉદયે નરગિસને પડતા મૂક્યાં છે. તાજેતરમાં જ રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાના લગ્ન બાદ ઉદય-નરગિસના લગ્નની અટકળો વધુ તેજ બની હતી.
ચાલો તસવીરો સાથે જાણીએ ઉદય-નરગિસ વચ્ચેની Inside Story :

ઉદયની બૉલીવુડમાંથી વિદાય
ઉદય ચોપરાએ બૉલીવુડમાં ધૂમ સિરીઝ ઉપરાંત કોઈ પણ ફિલ્મમાં નોંધનીય કામ કર્યુ નથી અને એટલે જ તેઓએ બૉલીવુડ ફિલ્મોથી તોબા કરી લીધી છે.

હૉલીવુડમાં સક્રિય ઉદય
ઉદય ચોપરા હાલ હૉલીવુડમાં સક્રિય છે. તેમની આવનાર ફિલ્મ ગ્રેસ ઑફ મોનાકો માટે તેઓ વ્યસ્ત છે.

સફળતા બાદ લગ્ન
ઉદયે જાહેરાત કરી હતી કે જો તેમની આ હૉલીવુડ ફિલ્મ એક ડૉલરની પણ કમાણી કરી લેશે, તો તેઓ લગ્ન કરી લેશે.

સિંગલ છું
ઉદયે કહ્યું છે કે તેઓ હાલ સિંગલ છે અને પોતાનું તમામ ધ્યાન પોતાની આવનાર હૉલીવુડ ફિલ્મ ઉપર જ કેન્દ્રિત રાખવા માંગે છે.

તસવીરો થઈ વાયરલ
ઉદય ચોપરા અને નરગિસ ફખરીની બિકિની વાળી તસવીરો નવા વર્ષે વાયરલ થઈ હતી અને ત્યારથી જ બંને વચ્ચેના સંબંધો અંગે ચર્ચાઓ ગરમ થઈ ગઈ હતી.

ઉદયનો વારો હતો
ગત એપ્રિલમાં મોટા ભાઈ આદિત્ય ચોપરાએ રાણી મુખર્જી સાથે લગ્ન કર્યા હતાં અને હવે શક્યતાઓ વધી ગઈ હતી કે ચોપરા ખાનદાનમાં પુનઃ શરણાઇઓ વાગશે અને ઉદય ચોપરા પણ નરગિસ ફખરીને પરણી જશે.

નરગિસ કૅરિયરમાં વ્યસ્ત
નરગિસ ફખરી હાલ કૅરિયરમાં વ્યસ્ત છે અને એટલે જ તેઓ તરત જ લગ્ન કરવાના મૂડમાં નથી.

શૉકિંગ ન્યુઝ
ઉદય-નરગિસના લગ્નની અટકળો વચ્ચે આજે શૉકિંગ ન્યુઝ આવ્યાં કે બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું છે અને કદાચ આ જોડી હવે ક્યારેય નહીં બને.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
