નસીરુદ્દી શાહે નાઝી જર્મની સાથે સરકારની કરી તુલના, કહ્યુ - પોતાના માટે નહિ બાળકો માટે ડરુ છુ
નસીરુદ્દીન શાહે કહ્યુ કે હવે મોટા ફિલ્મ નિર્માતાઓને ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે...
મુંબઈઃ અભિનેતા નસીરુદ્દીન શાહે કહ્યુ કે તેમનુ માનવુ છે કે ફિલ્મ ઉદ્યોગ ઘણી હદ સુધી ધાર્મિક ભેદભાવ અને ઈસ્લામોફોબિયાથી અછૂતો રહ્યો છે પરંતુ હવે ધીમે-ધીમે ફિલ્મ નિર્માતાઓને ફંડીંગ કરીને પ્રોપાગાન્ડા ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. નસીરુદ્દીન શાહે કહ્યુ કે હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ઈસ્લામોફોબિયાથી ગ્રસિત થતી જઈ રહી છે. સરકાર ફિલ્મમેકર્સને આ રીતની ફિલ્મો બનાવવા માટે ફંડિંગ પણ કરે છે. 'તાલિબાનની ઉજવણી કરનાર ભારતીય મુસલમાનો' પર કરવામાં આવેલી પોતાની ટિપ્પણીઓ બાદ સોમવારે(13 સપ્ટેમ્બર) એનડીટીવી સીથે વાત કરતા નસીરુદ્દીન શાહે કહ્યુ કે હવે મોટા ફિલ્મ નિર્માતાઓને ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે. નસીરુદ્દીન શાહે એ પણ કહ્યુ કે તે ઉત્પીડનના કારણે ચિંતિત છે. તેમની પાસે ગુમાવવા માટે ઘણુ બધુ છે. આ તેમના આખા પ્રતિષ્ઠાનોને પરેશાન કરવાનો સવાલ છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મુસ્લિમ સમુદાય સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે?
નસીરુદ્દીન શાહે કહ્યુ કે તેમણે ફિલ્મ ઉદ્યોગમાં કોઈ ભેદભાવ નથી અનુભવ્યો. નસીરુદ્દીન શાહ બોલ્યા, મને ખબર નથી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મુસ્લિમ સમુદાય સાથે કોઈ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે કે નહિ. હું માનુ છુ કે આપણુ યોગદાન મહત્વનુ છે પરંતુ ફિલ્મમાં ઈન્ડસ્ટ્રી માત્ર એક જ ભગવાન છે અને તે છે પૈસા. તમારી કમાણી જેટલી વધુ એટલુ તમને ઈન્ડસ્ટ્રીમાં સમ્માન મળે છે.

બૉલિવુડમાં ત્રણે ખાન હજુ પણ ટૉપ પર છે..
નસીરુદ્દીન શાહે કહ્યુ કે, 'બૉલિવુડમાં ત્રણે ખાન હજુ પણ ટૉપ પર છે. તે પણ બાકીનાઓથી સારુ કરી રહ્યા છે. મે ક્યારેય કોઈ ભેદભાવ અનુભવ્યો નથી. મને મારા કરિયરની શરૂઆતમાં પોતાનુ નામ બદલવાની સલાહ આપવામાં આવી હતી. મે એમ ન કર્યુ અને મને નથી ખબર કે આનાથી કોઈ ફરક પડત.'

નસીરુદ્દીન શાહે નાઝી જર્મની સાથે કરી સરકારની તુલના
નસીરુદ્દીન શાહે કહ્યુ કે, 'ફિલ્મ નિર્માતાઓ-અભિનેતાઓને સરકાર દ્વારા સમર્થક ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આપણા પ્રિય નેતાના પ્રયાસોની પ્રશંસા કરવા માટે ફિલ્મો બનાવવા માટે કહેવામાં આવી રહ્યુ છે. આના માટે તેમને પૈસા પણ આપવામાં આવી રહ્યા છે. તેમને એમ પણ કહેવામાં આવે છે કે જો તે પ્રોપાગાન્ડા ફિલ્મો બનાવશે તો તેમને ક્લીન ચિટ આપવામાં આવશે. આવો જર્મનીમાં પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાં વિશ્વસ્તરીય ફિલ્મ નિર્માતાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને નાઝી દર્શનનો પ્રચાર કરતી ફિલ્મો બનાવવા માટે કહેવામાં આવ્યુ હતુ.'

'જો અભિનેતા મોઢુ ખોલે તો તેમનુ ઉત્પીડન કરવામાં આવે છે'
71 વર્ષીય અભિનેતા નસીરુદ્દીન શાહે કહ્યુ કે, 'હાલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ કટ્ટરતા નથી પરંતુ જો અભિનેતાઓએ બોલવાની હિંમત કરી તો તેમને ઉત્પીડનનો સામનો કરવો પડે છે. ઘણાએ કર્યો છે. આ જ કારણ છે કે સૌથી મોટા ખાનોએ મૌન સાધી લીધુ છે.' પ્રોપાગાન્ડા ફિલ્મોને લઈને નસીરુદ્દીન શાહે કહ્યુ કે, 'જો કે તેમની પાસે ચોક્કસ પુરાવા નથી પરંતુ હાલમાં મોટી ટિકિટવાળી ફિલ્મોથી સ્પષ્ટ થાય છે કે કઈ રીતની ફિલ્મો બનાવવામાં આવી રહી છે. જે રીતના મોટા બજેટની ફિલ્મો આવી રહી છે. મોટી ફિલ્મો ભાષાકીય એજન્ડાને છૂપાની ન શકે.'

નસીરુદ્દીન શાહ બોલ્યા - મને મારા બાળકો માટે ડર લાગે છે
નસીરુદ્દીન શાહે કહ્યુ કે, 'તેમના ગઈ વખતના નિવેદનને ખોટુ સમજવામાં આવી રહ્યુ છે. તાલિબાનની વાપસી બાદ ભારતમાં અમુક મુસ્લિમો તરફથી ઉજવણી મનાવવા અંગે મારા આપેલા નિવેદનને ખોટી રીતે રજૂ કરવાાં આવ્યુ છે.' તેમણે કહ્યુ, 'મને એ વાતનુ દુઃખ હતુ કે મુસ્લિમ સમુદાયના અમુક વર્ગ આનાથી અસંમત છે. મારી દક્ષિણપંથ દ્વારા પણ પીઠ થપથપાવવામાં આવી પરંતુ મને આવા કોઈ અભિનંદન કે લેબલની જરૂર નથી.' પાકિસ્તાન જાવના નારાનો ઉલ્લેખ કરીને નસીરુદ્દીન શાહે મજાકમાં કહ્યુ કે તેમને એક વાર પાકિસ્તાન જવા માટે ટિકિટ પણ મોકલવામાં આવી હતી. ટિકિટ બૉમ્બેથી કોલંબો અને કોલંબોથી કરાંચી સુધી માટે હતી. નસીરુદ્દી શાહે કહ્યુ, 'હું મારા ચિતિંત નથી પરંતુ મને બાળકોની ચિંતા છે. બાળકો માટે ડર લાગે છે.'
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
